World

વિશ્વની સોથી ઝડપી સુપરકાર: કલાકના ૨૮૩ માઇલની ઝડપે દોડી શકે છે, કિંમત ૧૯ લાખ ડૉલર!

અત્યંત તીવ્ર ઝડપે દોડતી મોટરકારોનો ક્રેઝ ખાસ કરીને પશ્ચિમી દેશોમાં ઘણો છે તથા અનેક કંપનીઓ પૂરઝડપે દોડતી કારો ત્યાં બજારમાં મૂકે છે. હાલમાં એક નવી સુપરકારે અગાઉના તમામ વિક્રમો તોડી નાખ્યા છે અને તે વિશ્વની સૌથી ઝડપી સુપરકારનું બિરૂદ પામી છે. ટુઆટારા નામની આ સુપરકાર ગયા વર્ષે ઓકટોબરમાં અમેરિકાના લાસ વેગાસમાં કલાકના ૩૩૧ માઇલની ઝડપે દોડી હોવાનો દાવો થયો હતો.

જો કે તેના વિશે થયેલા આ દાવા પર શંકાઓ ઉઠી હતી અને જાન્યુઆરીમાં તેનું ફરીથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમાં બે દોડમાં તેની સરેરાશ ઝડપ કલાકના ૨૮૨.૯ માઇલ થઇ હતી. આટલી ઝડપે પણ તે વિશ્વની સૌથી વધુ ઝડપી કાર છે.

૧૭ જાન્યુઆરીએ કેનેડી સ્પેસ સેન્ટર ખાતે આ કારના કરવામાં આવેલા પરીક્ષણ વખતે તેના માલિક ડો. લેરી કેપ્લિને આ કાર હંકારી હતી જેઓ પ્રોફેશનલ ડ્રાઇવર નથી અને આમ છતાં આ કાર આટલી ઝડપે દોડી હતી જ્યારે નેવાડાના લાસ વેગાસમાં તેને પ્રોફેશનલ રેસિંગ ડ્રાઇવર ઓલીવર વેબ દ્વારા દોડાવવામાં આવી હતી તેથી વધુ ઝડપે દોડી હતી એમ કહેવાય છે. જો કે તે સૌથી ઝડપી દોડતી સુપર કાર છે તે તો સાબિત થઇ ગયું છે. ૧૭પ૦ હોર્સ પાવરનું એન્જિન ધરાવતી આ કારની કિંમત ૧૬ લાખ ડૉલરથી શરૂ થાય છે અને ૧૯ લાખ ડૉલર સુધી જાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top