ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન માટે તૈયારીઓ તેજ બની ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPL 2026ના પહેલા ફેઝનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે, જે 28 માર્ચથી શરૂ થશે. આ સીઝનમાં કુલ 10 ટીમો ભાગ લેશે અને ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા તમામ ટીમોના કેપ્ટનની જાહેરાત પણ થઈ ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ ફરી એકવાર હાર્દિક પંડ્યા કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન રુતુરાજ ગાયકવાડ પાસે રહેશે, જ્યારે કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન તરીકે અજિંક્ય રહાણે ટીમનું નેતૃત્વ કરશે. રાજસ્થાન રોયલ્સે યુવા ખેલાડી રિયાન પરાગને કેપ્ટન બનાવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન પેટ કમિન્સ પાસે રહેશે, જ્યારે ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ ફરી એકવાર શુભમન ગિલ સંભાળશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની કેપ્ટનશીપ રજત પાટીદાર કરશે.
પંજાબ કિંગ્સ ગયા વર્ષે ફાઇનલમાં પહોંચેલી ટીમ છે અને આ વખતે પણ ટીમ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ રમશે. દિલ્હી કેપિટલ્સની કમાન અક્ષર પટેલ પાસે રહેશે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ ઋષભ પંત કરશે, જેને ટીમે ગયા સિઝનમાં 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ રીતે IPL 2026 માટે તમામ 10 ટીમોના કેપ્ટનના નામ જાહેર થઈ ગયા છે અને ક્રિકેટ પ્રેમીઓ હવે નવી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.