Sports

ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની ‘રેસ્ટ ફોર્મ્યુલા’: રોહિત આરામ કરશે, આ ખેલાડીને મળશે તક

રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે 6 વિકેટથી જીત મેળવી હતી. ત્યાર બાદ ગયા રવિવારે ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું.

સતત બે જીત નોંધાવીને ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમ 4 માર્ચે દુબઈમાં સેમિફાઇનલ રમશે. જોકે તે કઈ ટીમનો સામનો કરશે તે 2 માર્ચને રવિવારના રોજ જ નક્કી થશે.

ગઈ તા. 2 માર્ચે ભારતીય ટીમ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે તેની છેલ્લી ગ્રુપ મેચ રમવા જઈ રહી છે. સેમિફાઇનલ પહેલા ભારતીય ટીમ માટે આ મેચ કોઈ પ્રેક્ટિસ મેચથી ઓછી નહીં હોય. આ મેચ માટે ભારતીય ટીમમાં પણ ફેરફારો જોઈ શકાય છે.

શુભમન ગિલ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં કેપ્ટનશીપ કરી શકે છે. જ્યારે રોહિત શર્મા આરામ લેવાનો નિર્ણય લઈ શકે છે. પાકિસ્તાન સામેની મેચમાં રોહિત હેમસ્ટ્રિંગની સમસ્યાથી પીડાતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં રોહિત સેમિફાઇનલ પહેલા પોતાની ઈજાને વધુ ખરાબ કરવા માંગશે નહીં. શુભમન ગિલ બુધવારે નાદુરસ્ત તબિયતને કારણે પ્રેક્ટિસ માટે આવ્યો ન હતો. જોકે ગુરુવારે શુભમન નેટ્સ પર પાછો ફર્યો અને નેટ્સમાં લાંબા સમય સુધી બેટિંગ કરી હતી.

જો રોહિત શર્મા ન્યુઝીલેન્ડ સામેની મેચમાંથી બહાર રહે છે. તો ઋષભ પંત અથવા વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ-11માં સામેલ કરી શકાય છે. ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં રિષભને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. ત્યાર બાદ ઋષભ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને મેચમાંથી બહાર થઈ ગયો હતો. બુધવાર અને ગુરુવારે ઋષભે નેટ્સમાં લાંબા સમય સુધી બેટિંગ કરી.

બીજી બાજુ સુંદર પણ પોતાના વારાની રાહ જોઈ રહ્યો છે. ભારતીય ટીમ પાસે બેકઅપ ઓપનર નથી. તેથી જો રોહિત શર્મા બહાર હોય તો શુભમન ગિલ અને કેએલ રાહુલ ન્યુઝીલેન્ડ સામે ઇનિંગની શરૂઆત કરતા જોઈ શકાય છે. કેએલ રાહુલ છેલ્લા બે-ત્રણ વર્ષથી વન-ડેમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો છે પરંતુ જો રોહિત આઉટ થશે તો બેટિંગ ઓર્ડરમાં ફેરફાર થશે.

Most Popular

To Top