નવી દિલ્હી : વિશ્વના દિગ્ગજ બેટ્સમેનોમાં સામેલ ભારતીય ટીમ (INDIAN CRICKET TEAM)ના કેપ્ટન વિરાટ કોહલી પણ એક સમયે ડિપ્રેશન (DEPRESSION)મા સરી ગયો હતો. વિરાટે કહ્યું હતું કે 2014ના ઇંગ્લેન્ડ પ્રવાસમાં જ્યારે સતત નિષ્ફળતા મળી રહી હતી ત્યારે મને લાગવા માંડ્યું હતું કે હું આખી દુનિયામાં એકલો છું.
ઇંગ્લેન્ડના માજી ખેલાડી માર્ક નિકોલસ સાથેની વાતચીતમાં વિરાટે સ્વીકાર્યું હતું કે એ પ્રવાસમાં હું મારી કેરિયર (CARRIER)ના મુશ્કેલ સમયમાંથી પસાર થયો હતો. તેણે કહ્યું હતું કે મને લાગે છે કે દરેક બેટ્સમેનોએ કોઇ સમયે આવું અનુભવાતું હશે કે તમારું કોઇ બાબત પર નિયંત્રણ નથી. તેણે કહ્યું હતું કે મારા જીવનમાં સાથ આપનારા ઘણાં લોકો હોવા છતાં મને ત્યારે પણ એકલવાયો હોવ તેવો અનુભવ થતો હતો.
વિરાટે કહ્યું હતું કે માનસિક આરોગ્ય (MENTAL HEALTH)ના મુદ્દાને અવગણી ન શકાય, કારણકે તેનાથી કોઇ ખેલાડીની કેરિયર બરબાદ થઇ શકે છે. કોહલીએ કહ્યું હતું કે કોઇ એવી વ્યક્તિ હોવી જોઇએ કે જેની પાસે કોઇ પણ સમયે જઇને તમે એવું કહી શકો કે હું આવું અનુભવું છું, તો મારે શું કરવું જોઇએ.
ભારતીય કેપ્ટનનું માનવું છે કે ‘વ્યક્તિગત રીતે, મારા માટે તે નવો ઘટસ્ફોટ એ હતો કે મોટા જૂથનો ભાગ હોવા છતાં પણ તમે એકલા અનુભવો છો. હું એમ કહીશ નહીં કે મારી સાથે વાત કરવા માટે કોઈ નથી, પણ હું જેમાંથી પસાર થઈ રહ્યો છું તે કોણ સમજી શકે સાથે વાત કરવા માટે કોઈ વ્યવસાયિક નથી. મને લાગે છે કે તે એક મોટું પરિબળ છે. કોહલીએ કહ્યું, ‘આવી વ્યક્તિ હોવી જોઈએ કે જે ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે અને કહે કે સાંભળો, મને એવું લાગે છે. મને નિંદ્રા નથી આવતી. મારે સવારે ઉઠવું નથી. મને મારી જાત ઉપર વિશ્વાસ નથી. મારે શું કરવું જોઈએ? ‘
કેપ્ટન કોહલીએ કહ્યું, ‘ઘણાં લોકોને લાંબા સમય સુધી આવું લાગે છે. મહિનાઓ લાગે છે. આ સમગ્ર ક્રિકેટ સિઝનમાં ચાલુ રહી શકે છે. લોકો તેના પર ચર્ચા કરતા નથી મને બધી નિષ્ઠાથી વ્યવસાયિક મદદની જરૂરિયાત લાગે છે. ‘ જો કે વિરાટે તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માને પોતાની શક્તિ ગણાવી હતી અને કહ્યું હતું કે તે હંમેશાં તેમની સાથે નિશ્ચિતપણે ઉભી રહે છે. વિરાટે કહ્યું કે અમે બંને નકારાત્મકતા દૂર કરવા માટે સાથે વાત કરતા રહીએ છીએ.