National

શું કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં જોડાશે? અમિત શાહ અને જેપી નડ્ડાને મળશે

પંજાબ (Punjab) માં કોંગ્રેસ (congress) ના આંચકા બાદ પૂર્વ મુખ્યમંત્રી (former cm) કેપ્ટન અમરિંદર સિંહે (captain amrinder singh) સંકેત આપ્યો છે કે તેમના રાજકીય ભવિષ્યને લગતા તમામ રસ્તા ખુલ્લા છે. કોંગ્રેસ હાઇકમાન્ડ (high command) સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કર્યા બાદ કેપ્ટન ભાજપમાં જોડાશે (captain join bjp) તેવી અટકળો વચ્ચે અમરિંદર સિંહ મંગળવારે દિલ્હી આવી રહ્યા છે. 

દિલ્હીમાં તેઓ ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાને મળશે. સૂત્રોએ એક રાષ્ટ્રીય ન્યુઝ એજન્સીને જણાવ્યું છે કે કેપ્ટન અમરિંદર સિંહ મંગળવારે દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે. અહીં અમિત શાહ અને જેપી નડ્ડા સાથે તેમની બેઠક નક્કી છે. જણાવી દઈએ કે આ મહિને કેપ્ટન અમરિંદર સિંહે પંજાબ કોંગ્રેસમાં ચેકઆઉટની રમતનો અંત લાવીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ હાઇકમાન્ડે જ કેપ્ટનને રાજીનામું આપવા કહ્યું હતું. રાજીનામું આપ્યા બાદ કેપ્ટને કહ્યું હતું કે પંજાબમાં ચાલી રહેલી રાજકીય ઘટનાઓથી તેઓ અપમાનિત લાગે છે. સીએમ પદ પછી શક્ય છે કે તેઓ કોંગ્રેસ પણ છોડી શકે.

રાજીનામા બાદ કેપ્ટને ઘણી વખત ખુલ્લેઆમ કહ્યું છે કે તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને કોઈપણ ભોગે મુખ્યમંત્રી બનવા દેશે નહીં. એટલું જ નહીં, કેપ્ટને એમ પણ કહ્યું હતું કે સિદ્ધુની પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવા અને પીએમ ઇમરાન ખાન સાથે મિત્રતા છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ સિદ્ધુ સામે મજબૂત ઉમેદવાર ઉભા કરશે. કેપ્ટનના રાજીનામા બાદ કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને પંજાબના સીએમ બનાવ્યા હતા, જેથી સાબિત થયું કે કેપ્ટ્નના વાક્યો સાચા ઠર્યા અને તેમણે સિદ્ધના મુખેથી મુખ્યમંત્રી પદનો કોળ્યો છીનવી લીધો હતો.

ગુજરાતના સમીકરણો પણ કંઈક આવું જ કહે છે, અમિત શાહ ધારે તે કરી શકે

ગુજરાતમાં રાતોરાત મુખ્યમંત્રી બદલાય જવાના સમીકરણોમાં રાજકીય પાસાઓ સામે આવ્યા હતાં, જેમાં ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું હતું, જેમાં તમામ ભાવિ સીએમ ઉમેદવાર સહિત અમિત શાહની ગુજરાત મુલાકાત પણ લોકોમાં ટોક ઓફ ધ ટાઉન રહી હતી, જેમાં ખાસ એક વાક્ય મોખરે રહ્યું હતું કે અમિત શાહ ધારે તે કરી શકે ત્યારે અમિત શાહ સાથેની મિટિંગ બાદ જો ફરી પંજાબમાં કોઈ મોટો ફેરફાર થાય તો નવાઈ નથી.

Most Popular

To Top