National

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે કોંગ્રેસ પક્ષ છોડવાનો લીધો નિર્ણય, ભાજપમાં…

છેલ્લાં એક અઠવાડિયા કરતાં વધુ સમયથી પંજાબ કોંગ્રેસમાં (Punjab Congress) ધમાસાણ ચાલી રહ્યું છે. કેપ્ટન અમરિંદર સિંહે (Captain Amrindar singh Ex CM Punjab) મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ ખૂબ જ લાંબા ડ્રામાના અંતે દલિત નેતા ચન્નીની તાજપોશી કરવામાં આવી હતી. પોતાના નજીકના ચન્નીને મુખ્યમંત્રી બનાવાયા બાદ સિદ્ધુ શાંત પડશે એમ લાગતું હતું પરંતુ નાટકીય રીતે નવજોત સિદ્ધુએ (Navjot Singh Sidhhu Ex President Punjab Congress) પંજાબ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું અને હવે દિલ્હીમાં અમિત શાહને મળ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહ તરફથી મોટું નિવેદન આવ્યું છે.

  • અમરિંદર સિંહે કહ્યું કે મેં મારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. વારંવાર થતાં અપમાન મારાથી હવે સહન થતાં નથી. મારી સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું છે તે યોગ્ય નથી.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે તેઓ હવે કોંગ્રેસ પક્ષનો હિસ્સો નહીં રહે. (Captain Amrindar singh quite Congress) તેઓ ટૂંક સમયમાં વિધિવત રીતે કોંગ્રેસને છોડી દેશે. અમરિંદર સિંહે કહ્યું કે મેં મારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. વારંવાર થતાં અપમાન મારાથી હવે સહન થતાં નથી. મારી સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું છે તે યોગ્ય નથી. સિંહે વધુમાં કહ્યું કે જે રીતે લેજિસ્લેટીવ પાર્ટીની બેઠક બોલાવવામાં આવી હતી અને મને જાણ કરવામાં આવી હતી તે અયોગ્ય હતું. મેં સ્પષ્ટ કર્યું હતું કે, હું પદ છોડી રહ્યો છું. અમરિંદર સિંહે કહ્યું કે જો કોઈને મારા પર ભરોસો નહીં હોય તો મારા જીવવાનો શું ઉપયોગ.

નવજોત સિંહ સિદ્ધુ અંગે કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે તેઓ કોઈ ટીમ ખેલાડી નથી. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ટીમ ખેલાડીની જરૂર છે. અમરિંદર સિંહે સ્વીકાર્યું કે પંજાબમાં કોંગ્રેસની લોકપ્રિયતા ઘટી રહી છે અને આમ આદમી પાર્ટીનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે. કેપ્ટને વધુમાં કહ્યું કે પંજાબ વિધાનસભાની 2022માં યોજાનારી ચૂંટણી ખૂબ અલગ રહેશે. કોંગ્રેસ-અકાલી દળ પહેલેથી જ છે અને હવે આમ આદમી પાર્ટી પણ ત્યાં આગળ વધી રહી છે.

જોકે, અમરિંદર સિંહે છેલ્લે સુધી પોતે કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે કોઈ ફોડ પાડ્યો નહોતો. આમ આદમી પાર્ટી પંજાબમાં આગળ વધી રહી છે તેવી સૂચક ટીપ્પણી તેમણે કરી હતી. તો બીજી તરફ દિલ્હીમાં અમિત શાહને મળ્યા બાદ કેપ્ટન ભાજપમાં જોડાય તેવી પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, કેપ્ટને જાતે જ કહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યાં નથી. તેમ છતાં અનેક ચર્ચાઓ ઉઠી છે. હજુ એ સ્પષ્ટ થયું નથી કે અમરિંદર સિંહ ભાજપમાં જોડાવાના છે કે નહીં. આમ આદમી પાર્ટી પંજાબમાં આગળ વધી રહી હોવાની કેપ્ટનની કોમેન્ટ બાદ રાજકીય વર્તુળોમાં અમરિંદર સિંહના ભવિષ્યને લઈને સસ્પેન્સ ઘેરાયું છે.

દિલ્હીમાં અમિત શાહ સાથે અમરિંદર સિંહે ખેડૂત આંદોલન મુદ્દે ચર્ચા કરી હતી

પંજાબના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યાના થોડા દિવસો બાદ અમરિંદર સિંહ મંગળવારે દિલ્હી પહોંચ્યા હતા. અમિત શાહ સાથેની મુલાકાત બાદ તેમને ટ્વીટ કરી કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે મળ્યો. કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલનને લઈને ચર્ચા કરી અને તેમને આગ્રહ કર્યો કે કાયદા રદ્દ કરીને MSPની ગેરંટી આપીને પંજાબમાં પાક વૈવિધિકરણને સહયોગ આપીને આ સંકટનું તાત્કાલિક સમાધાન કરવામાં આવે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અંબિકા સોની અને કમલનાથ, અમરિંદર સિંહને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે કોઈ પણ પ્રકારની મીટીંગની ઈચ્છા વ્યક્ત કરી નથી.

Most Popular

To Top