Charchapatra

કેન્સર અને શિવામ્બુ

માનવમૂત્રનો ઔષધ તરીકે ઉપયોગ કરવા માટે દેશ અને પરદેશમાં ખૂબ સંશોધન થઇ રહ્યું છે. હાલ વિજ્ઞાને મૂત્રમાંથી ૨૦૦ – સ્વાસ્થ્ય ઉપયોગી હોર્મોન્સ શોધી કાઢયા છે. તેમાં એન્ટીનીયો પ્લાસ્ટોન જેવાં કેટલાંક તત્ત્વો કેન્સરની સારવારમાં ઉપયોગી છે. તદુપરાંત મૂત્રમાં પેઇન ઓછું કરનાર ઊંઘ લાવનાર શકિત આપનાર તત્ત્વો પણ છે. શિવામ્બુમાં રહેલ કુદરતી સ્ટીરોઇડ જેવી કોઇ સાઇડ ઇફેકટ નથી પરંતુ કેન્સર ઉપરાંત – સોરાયસીસ – ખરજવું – વા – હૃદયરોગની ટ્રીટમેન્ટમાં ઉપયોગી છે. લાસ્ટ સ્ટેઇજના કેન્સર પેશન્ટે શિવામ્બુનો આશરો લેવો જોઇએ. સરકાર અને કોર્પોરેશને આ અંગે સંશોધન શરૂ કરાવવું જોઇએ. G.P. ફેમીલી અને ડોકટરોએ આ સારવારમાં રસ લેવો જોઇએ.
જહાંગીરપુરા  -ડો. રાજ ઉપાધ્યાય-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top