કોરોનાના કપરા કાળમાં પણ વર્લ્ડ ઓલ્મ્પીક રમતોત્સવનું સફળતા પૂર્વક આયોજન કરનાર જાપાન પોતાના નાગરિકોની પણ ચિંતા કરે છે તે જાપાન સરકારે કંપનીઓને પોતાના કર્મચારીઓને કાર્ય અને પોતાના જીવન વચ્ચે સંતુલન જાળવી શકે તે માટે અઠવાડીયામાં ચાર દિવસ કામ અંગે વિચારવાનું સૂચન કરેલ છે જાપાન સરકારે પોતાના નાગરિકોને એટલો સમય આપવા માંગે છે કે જેનાથી તે નોકરી, પરિવારની જવાબદારીઓ અને નવી સ્કીલ શીખવાની જરૂરિયાત વચ્ચે તાલમેલ બેસાડી શકે. જાપાન વર્ક કલ્ચર વાળો દેશ હોઈ વધુ કામ કરવાથી લોકો બિમાર થયા અને પછી તનાવને કારણે પોતાનો જીવ આપી દીધો અને તેથી જાપાન પોતાના નાગરિકોના હિતમાં આ રીતે વિચારે છે. જાપાન જેવી જ ચિંતા બ્રિટન પોતાના નાગરિકોની વધતી જતી સ્થૂળતા અંગે કરે છે.
બ્રિટનમાં બાળકો અને કિશોરોને સ્વસ્થ રાખવા વર્ષ 2023 થી જંકફુઠની જાહેરાત ઓનલાઈન નહીં બનાવી શકાય. તથા તેનું પ્રસારણ રાત્રીના 9 વાગ્યા પહેલા અને સવારના 5-30 વાગ્યા બાદ નહી કરાય. બ્રિટનની 60% વયસ્ક વસતિ સ્થૂળતા સામે ઝઝૂમી રહેલ છે. બ્રિટનમાં ત્રણ માંથી એક બાળક પ્રાથમિક સ્કૂલ છોડતી વખતે ભારે સ્થૂળ થઈ ચુકયું હોય છે. જાપાન અને બ્રિટનની પોતાના નાગરિકોની ઉપરોક્ત ચિંતાઓ આવકાર્ય હોઈ અભિનંદનીય છે અને આપણા દેશ સહિત-વિશ્વના અન્ય દેશો માટે અનુકરણીય છે. આપણા દેશના નાગરિકોનું જીવન દિન પ્રતિદીન વધુ કપરૂ બની રહેલ છે તેને સરકારે યોગ્ય પગલાઓ દ્વારા હળવા બનાવવાની જરૂર છે. આપણા દેશના નાગરિકોની પણ સ્થૂળતા વધતી જતી હોઈ યોગ્ય પગલા લેવાની પણ જરૂર છે. અમદાવાદ – પ્રવિણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.