બનવું શરમજનક છે, લગભગ સર્વત્ર બને છે એ આશ્ચર્યજનક છે અને એ શાથી અટકતું નથી એ વિચારપ્રેરક છે. આજકાલ ઈન્ગ્લેન્ડસ્થિત ‘ચર્ચ ઑફ ઈન્ગ્લેન્ડ’એક ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ ધર્મસંસ્થાન ઈંગ્લેન્ડ અને ક્રાઉન ડિપેન્ડન્સીઝ તરીકે ઓળખાતા ત્રણ પ્રદેશોમાં સ્થપાયેલું ‘ક્રિશ્ચીયન ચર્ચ’છે. ‘ક્રિશ્ચીયન ચર્ચ’એ ખ્રિસ્તી ધર્મની અલાયદી ધર્મસંસ્થા છે. ‘ચર્ચ ઑફ ઈન્ગ્લેન્ડ’એ એન્ગ્લિકન પરંપરાનું મૂળ પણ ખરું. આ પરંપરામાં સુધારાવાદી અને કેથલિક એમ બન્ને વિચારધારાઓનું સંયોજન છે.
આ સંસ્થાનના વડા ‘આર્ચબિશપ ઑફ કેન્ટરબરી’તરીકે ઓળખાય છે. તેઓ ‘ચર્ચ ઑફ ઈન્ગ્લેન્ડ’તેમજ સમસ્ત એન્ગ્લિકન સમુદાયના વડા ગણાય છે. સમગ્ર ઈન્ગ્લેન્ડમાં આ સમુદાયના 231 વિસ્તારોનાં કુલ 327 ચર્ચ ઉપરાંત 103 ચર્ચશાળાઓ અને એક યુનિવર્સિટીનો તેમના અધિકારક્ષેત્રમાં સમાવેશ થાય છે. વર્તમાન ‘આર્ચબિશપ ઑફ કેન્ટરબરી’તરીકે હોદ્દો શોભાવતા જસ્ટિન વેલ્બીને રાજીનામું આપવાની ફરજ પડી છે અને તેથી તેઓ સમાચારોમાં છે. આર્ચબિશપ ઉપરાંત અન્ય વરિષ્ઠ હોદ્દેદારો પણ પોતાનો હોદ્દો ત્યાગે એવી જોરશોરથી માંગ થઈ રહી છે. આનું કારણ શું?
આ વિવાદના મૂળમાં 2024માં પ્રકાશિત થયેલો, 253 પાનાંનો એક અહેવાલ છે, જે જહોન સ્મિથ નામના એક વરિષ્ઠ બેરિસ્ટર વિશેનો છે. કર્મકાંડોને બદલે પ્રભુ ઈસુ અને બાઈબલમાં આસ્થા ધરાવનાર ઈવેન્જેલિકલ ખ્રિસ્તી એવા સ્મિથનું અવસાન 2018માં થઈ ચૂક્યું છે. તેમણે અનેક બાળકો અને યુવાનોનું જાતીય શોષણ કર્યું હતું. આ દુષ્કૃત્યો માટે તેમણે ધર્મસંસ્થાઓનું ઓઠું લીધું હતું. 1970 અને 1980ના દાયકાઓ દરમિયાન ઈન્ગ્લેન્ડના ડોર્સેટ શહેરમાં અને એ પછીના સમયગાળામાં ઝિમ્બાબ્વે તેમજ દક્ષિણ આફ્રિકામાં યોજાતા ક્રિશ્ચિયન સમર કેમ્પમાં તેઓ પોતાના ‘શિકાર’ને પસંદ કરતા અને પછી તેની પર તૂટી પડતા. એ લોકોને સ્મિથ એટલી બેરહેમીથી અને વારંવાર ફટકારતા કે એને લઈને પડેલા ઘાને રુઝાતાં દિવસો લાગી જતા.
2018માં સ્મિથનું અવસાન થયું ત્યાં સુધીમાં તેમની પર કશી કાનૂની કાર્યવાહી થઈ નહોતી. ઝિમ્બાબ્વેમાં ગાઈડ ન્યાચુરુ નામના સોળ વર્ષના એક યુવાનના આકસ્મિક અવસાન બાબતે તેમની સામે કેસ નોંધાયેલો, જેનું ફીંડલું વળી ગયેલું. વર્તમાન આર્ચબિશપ વેલ્બીએ બારેક વર્ષ અગાઉ હોદ્દો સંભાળ્યો એ પછી છેલ્લાં પચાસ કરતાંય વધુ વરસોથી ચાલી આવતી જાતીય, માનસિક અને આધ્યાત્મિક સતામણી અંગે તૈયાર કરાયેલા કેટલાય વિગતવાર અહેવાલો તેમની નજર હેઠળ આવ્યા છે. આર્ચબિશપે ચર્ચની નિષ્ફળતા બાબતે વારંવાર માફી માગી છે અને તેમના કાર્યકાળ દરમિયાન કરોડો પાઉન્ડ ‘સલામતી’ના નામે ઠલવાતા રહ્યા છે.
દિવંગત જહોન સ્મિથની ભયાનક ક્રૂરતા પ્રકાશમાં આવ્યા પછી પણ ચર્ચ તરફથી કાં તેની અવગણના કરાતી રહી છે, કાં માફી માગીને મામલો થાળે પાડવાનો અભિગમ અપનાવાયો છે. લંડનની કિંગ્સ કૉલેજનાં મોરલ એન્ડ સોશ્યલ થીઓલૉજી (નૈતિક અને સામાજિક ધર્મશાસ્ત્ર)નાં પ્રાધ્યાપિકા લીન્ડા વુડહેડના જણાવ્યા મુજબ ચર્ચના ઢાંકપિછોડા અને સ્મિથની વૃત્તિનો શિકાર બનેલાઓ જે જીવનભરની માનસિક યાતનાઓમાંથી પસાર થઈ રહ્યા છે એ જોતાં ‘ચર્ચ ઑફ ઈન્ગ્લેન્ડ’માટે અસ્તિત્વની કટોકટી આવી ગઈ છે. હજી આગામી સમયમાં અનેક સંકટનો સામનો તેણે કરવાનો આવશે, પણ આ ક્ષણ ખરેખરી કટોકટીની છે.
સાપ્તાહિક સમાચારપત્ર ‘ધ ક્રિટીકલ ફ્રેન્ડ’ના ટીમ વાયટના જણાવ્યા અનુસાર, ‘પોતાનાં જ કરતૂતો માટે આર્ચબિશપે રાજીનામું ધરવું પડે એ અભૂતપૂર્વ ઘટના છે. એનાથી ધર્મસંસ્થાને જોરદાર આંચકા આવશે. હવે અનેક વરિષ્ઠ હોદ્દેદારો અને બિશપના માથે તલવાર તોળાઈ રહી છે. આર્ચબિશપનું રાજીનામું કદાચ ગઢમાંથી ખરેલો પહેલો કાંકરો હશે.’વાયટ કહે છે કે, ‘બિશપ, અન્ય હોદ્દેદારો અને વરિષ્ઠ સ્વયંસેવકો શોષક તરીકે ઊભર્યા છે અને ચર્ચવાળા કેટલાક કિસ્સાઓ અંગે જાણતા હતા. તેઓ એને રોકવામાં કે પોલીસને ફરિયાદ કરવામાં નિષ્ફળ રહ્યા છે. કોઈ પણને જવાબદાર ન ઠેરવવાના ચર્ચના વલણને લઈને ચર્ચમાં જનારાઓ અને સતામણીનો ભોગ બનેલાઓમાં આક્રોશ વ્યાપી ગયો છે. વરસોથી દબાઈ રહેલો આક્રોશ હવે જ્વાળામુખીની જેમ ફાટ્યો છે.’
આ મામલે આગળ શું થાય છે એ તો સમય કહેશે, કેમ કે, નવા નીમાતા આર્ચબિશપને પણ આ સમસ્યા વારસામાં મળશે. વિચારવાનો મૂળ મુદ્દો અલગ છે. ધર્મે જ્યારથી સંસ્થાગત રૂપ ધારણ કર્યું ત્યારથી શોષણ તેનું અભિન્ન અંગ બની રહ્યું હશે એમ લાગે છે. વ્યક્તિગત આસ્થા સામુહિક બને અને એ સમૂહ સંગઠનનું, સંસ્થાનું રૂપ ધારણ કરે એ સાથે જ તે સત્તાનું કેન્દ્ર પણ બને છે. સત્તાનું કેન્દ્ર બનતાંની સાથે તેમાં એવાં તમામ દૂષણોનો પ્રવેશ થવા લાગે છે, જે સત્તાના કોઈ પણ કેન્દ્રની સાથે જોડાયેલાં હોય. આ કોઈ એક ચોક્કસ ધર્મ પૂરતી વાત નથી, બલકે સહુને લાગુ પડે છે. આમ છતાં, ધર્મસંસ્થાનું જોર કદી ઓસરતું જણાયું નથી.
તે એક પ્રકારની આભાસી સલામતીનો અહેસાસ કરાવતી હોય એમ બને. ધર્મસંસ્થાના અનુયાયીઓમાં પ્રથમ નજરે ધાર્મિક કે આધ્યાત્મિક અભિગમ જોવા મળી શકે, પણ જ્યાં સત્તા, શોષણ કે નાણાંની વાત આવે કે આ અભિગમ ત્વચા જેટલો જ ઊંડો હોવાનો ખ્યાલ આવી જાય છે. એવી દલીલ પણ થતી રહે છે કે કોઈ એકલદોકલ વ્યક્તિને કારણે સમગ્ર સંસ્થાને બદનામ ન કરી શકાય. એ ભૂલી જવાય છે કે એ એકલદોકલ વ્યક્તિએ પોતાનાં કરતૂતો સંસ્થાના ઓઠા હેઠળ જ કર્યાં છે. સૌથી કરુણ બાબત તો આખા ઘટનાક્રમ પર ઢાંકપિછોડો કરવાના વલણની છે. એ જ સૂચવે છે કે સંખ્યાની રીતે બહુમત ધરાવતી આ સંસ્થાના પાયા કેટલા નબળા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.