Charchapatra

વાસ્તવિકતા સ્વીકારી શકાય?

એક કડવી પણ સત્ય હકીકત સામે આખો સમાજ, શાશન અને સરકાર અને લાગતા વળગતા તંત્રો એટલે આપણે બધા જ એક દંભી મૌન સેવીને બેસી રહ્યા છીએ. એ વરવી હકીકત, એ છે કે છેલ્લા ઘણા વખતથી આપણે સમાજમાં પીંખાતી નાની બાળકીઓના કિસ્સાઓથી અજાણ નથી. એ ગુન્હેગારો પકડાયા છે, સજા પણ થાય છે, પણ દિવસે દિવસે વધતા કિસ્સાઓના કારણોમાં આપણે જવું જોઈએ અને એ કારણો સામેનો ઉપાય બતાવનારને સમાજનો ડર અને સમાજ તરફથી નાલેશી વ્હોરી લેવાની બીક પણ હોય છે.

વળી બાળાત્કારના પણ બે પ્રકાર જાણી સમજી આપણે ક્યારેય તેના પ્રત્યાઘાત આપવાનો વિચાર નથી કરતા. નાની બાળકીઓ પર થતા બાળાત્કારો કદી માફ ન કરી શકાય તેવા ગુન્હા છે, પણ અમુક ચોક્કસ વર્ષો સુધી પુખ્ત વયની સ્ત્રી પર કે પરિણીતાનાં આવા કિસ્સા જાહેરમાં આવે છે ત્યારે એમાં સત્ય તો કોઈ બીજું જ હોય શકે છે, મૂળ વાત એ છે કે વૈજ્ઞાનિક અભિગમથી આ સમસ્યાનાં કારણોની પુર્તિ બધા જ ખાનગીમાં ગોસિપ કરે ત્યારે સ્વીકારે છે અને એ સત્ય એ છે કે દક્ષિણ ગુજરાત, ખાસ કરીને સુરત શહેર અને વધતે ઓછે અંશે આખા ગુજરાતમાં રોજગાર માટે આવેલ મોટાભાગની વસ્તી છે અને આ સમુહમાં આવેલ પુરુષોમાંથી લાગભગ ૮૦% થી પણ કદાચ વધુ સીન્ગલ સ્ટેટસ એટલે કે કુટુંબ વગર રહેતા હોય છે અને તેમાં જે મજુર અને શ્રમજીવી વર્ગ છે તેઓ વર્ષે બે વર્ષે પોતાની ઘરે જઈ શકે છે, જ્યારે વ્હાઈટ કોલરવાળો શિક્ષિત સીન્ગલ સ્ટેટસ ધરાવતો વર્ગ સમજે છે વિચારે છે અને એના મોભ્ભા પ્રમાણે તે રહે છે અને કુટુંબ પાસે જવાના તેની સાધન શક્તિ યોગ્ય પ્રમાણમાં હોય છે.

હવે પ્રશ્ન એ છે કે જૈવિક જરૂરીયાત તો માણસ માત્ર માટે સરખી જ હોય છે. એક સમયે સુરત શહેરમાં વોર્ડ નં ૧૨, એટલે વરીયાવી બજારમાં ગણિકાઓ વ્યવસાય કરતી હતી ત્યારે તે એક જ વિસ્તારમાં જરૂરીયાતમંદો જતા હતા. હવે શહેરમાં કોઈ પણ વિસ્તારમાં જરૂરીયાતવાળાઓને ગણિકા કે સારા નામવાળી કોલગર્લ મળી રહે છે, પણ જે શ્રમિકને આ વ્યવસાયી ગણિકા કે કોલગર્લની આર્થિક માંગ પોષાતી નથી, તેઓ તેમની જૈવિક જરૂરીયાત પૂરી કરવા ગુન્હાહિત કાર્ય કરે છે. આટલા ટૂંકા ઈસારામાં જો રાજ્યનાં સત્તાધીશો અને તંત્ર સમજે તો કહેવાની જરૂર રહેતી નથી કે જો ફરી મોટા શહેરોમાં અને ખાસ કરીને સુરતમાં આવો એક વિસ્તાર અધિકૃત રીતે શરૂ કરવામાં આવે તો નાની બાળકીઓ પરના ગુન્હાઓ બંધ કદાચ ન થાય, પણ એની માત્રા તો ઘટી જ જાય.
સુરત     – રાજેન્દ્ર કર્ણિક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top