ઉત્તર ગુજરાતમાં એક લોકલ મેમુ ટ્રેન ડીઝલ ખૂટી પડવાના કારણે ઉભી રહી ગઈ!, અમદાવાદમાં જાણીતા સુભાષ બ્રિજમાં એવી તિરાડો દેખાઈ કે હવે તે આખો જ તોડી પાડવો પડશે. મધ્ય ગુજરતમાં એક જૂનો પુલ તૂટી પડ્યો હતો અને બારથી વધુ લોકોના મોત થયા હતા માટે સુભાષ બ્રિજને તાત્કાલિક બંધ કરવાના નિર્ણય લેવા પડ્યા પણ વલસાડમાં નિર્માણ પામતો બ્રિજ જ તૂટી ગયો અને ગુજરતમાં આ લગભગ દસથી વધુ વાર બનેલી ઘટના છે.
અમદાવાદમાં વડાપ્રધાન શ્રીએ જેનું ઉદ્ઘાટન કર્યું હતું તે હાટકેશ્વર બ્રીજ નબળો લાગ્યો અને હવે તે તોડી પાડવાનો છે.જો ઝીણવટ પૂર્વક લિસ્ટ બનાવીએ તો ગુજરતમાં દિન પ્રતિદિન સત્તાવાળાની, પ્રશાસનની બેદરકારી વધતી જોવા મળે છે. વળી મોટા શહેરોમાં બનતી ઘટનાની મીડિયા નોંધ લે છે નાનાં નાનાં ગામોમાં બનતી ઘટનાની કોઈ નોંધ જ નથી લેતું. કારણ? કારણ ગુજરતના ઉચ્ચ, મધ્યમ વર્ગને કોઈ ફેર જ પડતો નથી.
મોરબીનો પુલ તૂટે કે અમદાવાનો… ચુંટણી વખતે માત્ર મોદી સાહેબ રોડ શો કરે અને મત મળી જાય તેવી ખસૂસ ખાતરી શાસક પક્ષને થઈ ગઈ છે. થોડા સમય પહેલા શાસનની બેદરકારી માત્ર ગરીબોને જ નડતી હતી પણ હવે તો રેલો ઉચ્ચમધ્યમ વર્ગ સુધી પણ પહોચ્યો છે. ટ્રાફિક હોય કે સ્કૂલ-કોલેજોમાં પ્રવેશ બધે જ હવે બધા જ હેરાન થાય છે. કારણ કે જેમને ચૂંટી મોકલ્યા છે તેમને કદી સવાલ કર્યા જ નથી અને સવાલ કરે પણ ક્યાંથી? વોટ તો મોદી સાહેબના નામે આપ્યા છે! વળી આપણને હવે બીજાની ચિંતા જ નથી.
મોરબી કાંડમાં હેરાન થયેલા એ તેમનાં દુખ રડે અને વડોદરા બોટકાંડ વાળા તેમનાં દુખ રડે. રાજકોટ ગેમઝોન વાળાને પ્લેન ક્રેશ વાળાની ચિંતા નથી અને પ્લેન ક્રેશવાળની યાદ મોરબીવાળાને આવવાની નથી. બાકી તો ગુજરતના નાના ખૂણેથી પણ અવાજ આવ્યો હોત કે અમદાવામાં 270 લોકોનાં પ્રાણ ગયા છે તેને હજુ એક વરસ નથી થયું તો કાંકરિયા કાર્નિવલ જેવા સરકારી ઉત્સવ શા માટે? સાચું કહો કોઈને આ 270 માર્યા ગયા તે યાદ આવે છે? ના પ્રજાના ઉચ્ચમધ્યમ વર્ગની જાહેર જીવન પ્રત્યેની ઉદાસીનતા ગંભીર ચિંતાનો વિષય છે. જો પ્રશાસનની બેદરકારીની વાત કરીએ તો કોઈ કહેશે કે ભાઈ વિપક્ષ નબળો છે. અમે કહીએં છીએ કે ભાઈ વિપક્ષ નબળો છે માટે જ મીડિયા અને આગેવાન લોકોની જવાબદારી વધી જાય છે.
આ દેશની હકીકત એ છે કે દેશમાં થોડાક ભ્રષ્ટ અને અન્યાયી લોકોનું શાસન પુરબહાર ખીલ્યું છે. કારણકે એમને ભીષ્મ જેવા નિષ્ઠાવાન, પ્રમાણિક લોકો મળી ગયા છે. આ દેશમાં અપ્રમાણિક લોકોનો કારોબાર પ્રામાણિક લોકો નિષ્ઠાથી ચલાવે છે. એટલુ જ નહિ અન્યાય સહન કરવામાં નિષ્ઠા સમજે છે તથા દુખ તો એ વાતનું છે કે કોઈ આ અન્યાય અત્યાચાર સામે અવાજ ઉઠાવે ભ્રષ્ટાચારને ખુલ્લો પડે તો એને પેલા અપ્રમાણિક લોકો પહેલા આ પ્રમાણિક નિષ્ઠાવાન લોકોનો સામનો કરવો પડે છે. જેમ દુર્યોધનને બચાવવા ભીષ્મ મેદાને પડ્યા હતા તેમ આ પ્રમાણિક લોકો અત્યાચારીઓને બચાવવા મેદાને પડે છે.
નકલી અધિકારીઓ અને નકલી નિમણુંકોનાં કાંડ ખુલે છે તો કોઈને પ્રશ્ન થાય છે કે આટલું બધુ, આટલો લાંબો સમય કેવી રીતે ચાલ્યું? આ કિસ્સાઓમાં કોઈ ફરિયાદ થઈ હોય તે મામલો સામે આવ્યો. પણ આપણું મીડિયા, આપણા પત્રકારો આ બાબતો સામે લાવી શક્યા નહીં. આ આશ્રમોમાં જે ચાલે છે તે જ બધું ઘણી શિક્ષણ સંસ્થાઓમાં ચાલે છે. આરોગ્ય ધામોમાં ચાલે છે ઓફિસો અને ચેનલોના ધંધામાં ચાલે છે, ક્રિકેટમાં ચાલે છે, ફિલ્મોમાં ચાલે છે પણ આ બધું જ બહાર નથી આવતું કારણકે આ બધી જ જગ્યા એ પ્રમાણિક લોકો આ બાબતોની આડે ઊભા છે. ક્યારેય તમે જોયું કે દેશ દુનિયાનાં ભ્રષ્ટાચાર ખોલનાર પત્રકારે પોતાના અખબાર કે ચેનલમાં થતા શોષણની વાત કરી. કોઈ શિક્ષણ સંસ્થાના શિક્ષકે પોતાની સંસ્થામાં ચાલતા શોષણની વાત કરી? કોઈ ક્રિકેટરે સામેથી ખોટા કામો ખુલ્લા પડ્યા?
એકલ દોકલ કિસ્સા સિવાય આવું ક્યાંય થયું નથી અને જ્યાં આવો કોઈ અવાજ ઉઠ્યો ત્યાં એ એકલો પડી ગયો અને માટે જ તે દબાવવો સહેલો થઈ ગયો. જરા નજર દોડાવો આપણી આસપાસ એવા હજારો લોકો છે જે ઘરના રોટલા ખાઈ વર્ષોથી અન્યાયી શાસકોનું ભલું કરી રહ્યા છે. થીયેટરના મેનેજરો બહુ ઓછા પગારમાં વર્ષોથી ખોટાહિસાબો સાચવી રહ્યા છે. શિક્ષકો અને આચાર્યો નિષ્ઠાપૂર્વક ટ્રસ્ટીઓના ખિસ્સા ભરી રહ્યા છે. રાજકીય પાર્ટીના સભ્યો પોતાના નેતાના ભ્રષ્ટાચાર અને અન્યાયો બચાવવા મહેનત કરી રહ્યા છે. ધર્મ ગુરુઓના શિષ્યો જ અધર્મને બચવી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં ધ્રૃતરાષ્ટ્ર છે. ભીષ્મ છે. પણ જટાયુ અને વિભીષણ ક્યાંય નથી.
મહાભારતમાં કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે તે ખરેખરતો ભીષ્મને સમજવાનો છે કે ધર્મના (ફરજના )પાલનમાં સંબંધો વચ્ચે ના આવે. આપણી નિષ્ઠા વ્યક્તિ માટે નહીં વિચાર માટે હોવી જોઈએ, કલ્યાણ માટે હોવી જોઈએ. આ દેશની વર્તમાન સ્થિતી માટે આ અપ્રમાણીક લોકોની નિષ્ઠાપૂર્વક સેવા કરનારા વધારે જવબદાર છે. આપણે અર્જુન અને વિભીષણમાંથી પ્રેરણા લેતા થઈએ અને ભીષ્મએ કરેલી ભૂલ ના કરીએ તો જ કંઈ વાત બને.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે