કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાના કારણે ઘણા લોકો સોનાના આભૂષણોની હોલ માર્કિંગ (HALLMARKING) ને લઈને મૂંઝવણમાં છે. કેટલાક માને છે કે આવા સોનાના આભૂષણ કે જેમાં હોલમાર્કિંગ સ્ટેમ્પ્સ નથી, તેવા સોનાના દાગીના 15 જાન્યુઆરી પછી વેચી શકાતા નથી. જો કે કેટલાક લોકો માને છે કે આવા ઘરેણાં થોડા સમય માટે વેચી શકાશે.
સરકારે જારી કરેલા માર્ગદર્શિકા અનુસાર હોલમાર્કિંગ સ્ટેમ્પ વગર જૂના ઘરેણાંની અંતિમ તારીખ 15 જાન્યુઆરી સુધી હતી. જો કે, CORONA VIRUS રોગચાળાને ધ્યાનમાં રાખીને સરકારે તેનો વધારો જૂન 2021 સુધી કરવાનો નિર્ણય લીધો છે.હોલમાર્કિંગ એક્ટ ફક્ત દાગીનાના વેચાણ દરમિયાન વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે લાગુ થશે.
15 જાન્યુઆરી 2021 પછી પણ સોનાનું વિનિમય હોલમાર્ક કર્યા વિના કરી શકાય છે. જો કોઈ વેપારી સોનાની આપ-લે કરવાનો ઇનકાર કરે છે, તો ગ્રાહક તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.
હોલમાર્ક કર્યા વિના સોનાને ગીરવી રાખી શકાય છે. આ સિવાય ગોલ્ડ લોન લેતી વખતે આ નિયમ લાગુ થશે નહીં. જો કે, સોનું ગિરવે મૂકતી વખતે સ્થિતિ વિશે ડીલર પાસેથી જરૂરી માહિતી મેળવો.
જ્વેલર્સ 1 જૂન 2021 થી હોલમાર્કિંગ સ્ટેમ્પ્સ વિના જ્વેલરી વેચી શકશે નહીં. જો કે, ઉપભોક્તા તેમના ઘરેણાં વેચી અથવા બદલી કરી શકે છે. તે જ સમયે ગ્રાહકો તેની શુદ્ધતા અનુસાર ઘરેણાં બજારના ભાવે વેચી શકશે. નવા નિયમ હેઠળ ઝવેરાત વિક્રેતાઓ ફક્ત 14, 18 અને 22 કેરેટ સોનાથી બનેલી હોલમાર્ક જ્વેલરી અને સોનાની કલાકૃતિ વેચવામાં સમર્થ હશે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.જો કે ઝવેરી ગ્રાહકો પાસેથી 21 કેરેટના ઝવેરાત ખરીદી શકે છે.
સોનાના દાગીના (GOLD JWELLARY) અને કલાકૃતિઓ પરના BSI હોલમાર્કમાં ઘણા ઘટકો છે. જેમ કે બીઆઈએસ લોગો,સેન્ટરના લોગો, ઝવેરીઓના લોગો, ઉત્પાદનનું વર્ષ વગેરે. તેમની સહાયથી તે જાણી શકાશે કે દાગીના શુદ્ધ છે કે નહીં.
હોલમાર્ક એ એક શુદ્ધતાનો પુરાવો છે. સોના, ચાંદી અથવા કિંમતી ધાતુઓ હોલમાર્ક ચિહ્ન ધરાવે છે. ખરેખર, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) ની ગુણવત્તાના ઓફિશિયલ માર્કને હોલમાર્ક કહેવામાં આવે છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળ આવે છે. દાગીનામાં ભેળસેળ અટકાવવા માટે હોલમાર્કિંગ આપવામાં આવે છે. આ સિસ્ટમ ખૂબ જ જૂની છે.
જુદા જુદા દેશોમાં પણ હોલમાર્કિંગની સિસ્ટમ અલગ છે. હોલમાર્ક જ્વેલરી આંતરરાષ્ટ્રીય ધોરણની છે. હોલમાર્કિંગ જ્વેલરીની શુદ્ધતાની ખાતરી આપી છે. ભારતમાં સોનાના દાગીના પરની હોલમાર્કિંગ સિસ્ટમ વર્ષ 2004 થી અમલમાં છે, પરંતુ આજ સુધી ભારતમાં દાગીના પર હોલમાર્કની આવશ્યકતા નહોતી.