Charchapatra

સત્તા મેળવવી એ જ શું રાજકારણીઓનું અંતિમ લક્ષ્ય હોઇ શકે?

લોકસભાની સાત તબક્કામાં યોજાયેલ અત્યાર સુઘીની સૌથી લાંબી ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થઇ અને પરિણામો જાહેર થતાં જ  રવિવારના દિવસે ફરી વાર મોદીની નેતાગીરીમાં એન.ડી.એ. ગઠબંધનને રાષ્ટ્રપતિ દ્વારા સત્તા પક્ષનું બિરુદ પ્રાપ્ત થયું. નરેન્દ્રભાઇ મોદીએ આ રીતે ત્રીજી વખત દેશના વડા પ્રધાન તરીકે સત્તા ગ્રહણ કરી.  અત્યાર સુધીની ઘણી ચૂંટણીઓમાં એવું  જોવા મળ્યું છે કે સત્તાપક્ષ સહિત અન્ય પક્ષો અને નેતાઓની ભાષાની ગુણવત્તામાં ચૂંટણી દર ચૂંટણી ઘટાડો થતો હોય. 

હમણાં જ પૂરી થયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન ઉચ્ચ કક્ષાએ બિરાજમાન રાજકીય આગેવાનો તરફથી અગાઉની ચૂંટણીઓમાં ન સાંભળ્યા હોય એવા અને જે તે રાજકીય પદની ગરિમાને ઝંખવે એવાં વેણ સાંભળવા મળ્યાં. દેશ અને લોકોનું કમનસીબ છે કે આવાં વિધાનોને ઘણાં લોકોનું સમર્થન પણ મળી રહે છે. રાજકીય પક્ષો દ્વારા સત્તા મેળવવા માટે કરાતા પ્રચારમાં અન્ય પક્ષ કે એની નેતાગીરી અંગે જે રીતના હીન કક્ષાના શબ્દપ્રયોગો યોજાય છે એ જોતાં અને સાંભળતાં ઘણી વખત એવો સવાલ પેદા થાય છે કે લોકો અનેક આશા–અપેક્ષા સાથે ચૂંટતા રાજકીય આગેવાન અન્ય પક્ષને નબળો બતાવી સત્તા મેળવવા આ કક્ષાએ કઇ રીતે જઇ શકે?

રાજકીય પક્ષો દ્વારા સત્તા મેળવવા માટેના પ્રયાસો અને પ્રચાર–પ્રસાર  કરાવામાં આવે એમાં કાંઇ ખોટું નથી, પરંતુ  એમનાં વક્તવ્યોમાં સંયમ જળવાઇ રહે એ જોવું જરૂરી જ નહીં, પરંતુ આવશ્યક છે કારણકે  આની સીધી કે આડકતરી અસર આજના યુવાવર્ગ અને હવે પછીની યુવાપેઢી પર  થવાની શક્યતાને નકારી ન શકાય. અલબત્ત દેશના ઊંડી સમજ ધરાવતા બહુમતિ વર્ગે સારા–નરસાનો ભેદ પારખીને જ કોઇ પક્ષને બહુમતિ નથી આપી, જેથી બધા રાજનેતાઓને ખ્યાલ આવે કે ભાષાની કે પછી અન્ય કોઇ પણ મર્યાદા ચૂકવાનું પરિણામ શું આવી શકે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

16 જૂન, ફાધર્સ ડે
હવે 19, 20 સદી જેવો સામાજિક ત્રાસ કોઈના પર ગુજારાતો નથી. ધરખમ સુધારો વર્તાય છે. સંસારરૂપી રથના બે ચક્રો, સ્ત્રી-પુરૂષ-પતિ પત્ની સંસાર રીતે ચલાવવા બંને પૈંડા સરખા જ ચાલવા જરૂરી. માતૃવંદના વિશે અઢળક વાચ્યુ-લખાયુ સુધ્ધા પરંતુ પિતા-ફાધર વિશે બહુ ઓછા લેખકોએ કલમ ચલાવી. રવિન્દ્રનાથ ટાગોરનું કાબુલીવાલા પાત્ર દિકરીનો વિરહ આબેહુબ આલેખે છે. સાથે જ અલીડોશાનું પાત્ર દિકરીના પત્ર માટે શરતો બાપ ફાધર્સ ડેની યાદ તાજી કરે. એક કવિયત્રીને પતિએ પૂછ્યું તે મહિલાઓ વિશે ઘણું લખ્યુ.

લગ્નને 25 વર્ષ થયા હું તારાં પુરૂષો વિશેના ખ્યાલો જાણી શક્યો નથી. કવિયેત્રીએ કાવ્યમય જવાબ આપ્યો. ‘‘મેં હું ના બોલકર સબકો સુલાતે હૈ હાલાતો સે લડતે હૈ, મા-બીબી કો કૂછ નહી કહ પાતે, એસે તો નીડર હૈ લેકિન રીસ્તો કો ખોને સે ડરતે હૈ, અકસર ડરતે હૈ ઈન્સાન કો જન્મ દેતી હૈ ઔરત લેકીન ઉનકે બીના ક્યાં વજુદ હમારાં હૈ’’ એકની લીટી લાંબી કરવા, બીજાની લીટી, ભૂંસીને ટૂંકી કદાપી ન બનાવવા જોઈએ. પૂરતાં વિચાર કર્યા વિના બોલવાની કુટેવ, આંધળાના ગોળબાર જેવી નથી લાગતી? બે પ્રકૃતિના પૂરૂષો સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે, એક તો સત્તાધિશ હોવા છતાં જે ક્ષમામાનવે બીજો ગરીબ હોવા છતાં પણ દાન આપનાર છે. વંદન.
સુરત     – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top