ભણતરનો ભાર એટલો અસહ્ય થઈ પડ્યો છે કે વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન જ વેકેશનની છુટ્ટીનું આયોજન કરવા લાગે છે. પરીક્ષા પૂરી થતાં, બીજા-ત્રીજા દિવસે બાળકો મામાને ત્યાં, કોઈ કાકા-કાકીને ત્યાં તો કોઈ પપ્પા-મમ્મી સાથે ૧૨-૧૫ દિવસના પ્રવાસે ઉપડે છે, પણ શહેરોમાં ઘર નાનાં, રસ્તા ઉપર વાહનોની અવર-જવર, બાગબગીચા કે રમવાનાં મેદાનો ભાગ્યે જ હોય અને હોય તે પણ ઘરથી દૂર. તેમાં, વળી ગરમી અને પાણીની ખેંચ. આથી બાળકોની મહેમાનગતિ પણ સંકોચાતી રહે તે સ્વાભાવિક છે અને પરીક્ષાનું પરિણામ આવતાં, સુધીમાં વેકેશનનો એક દૌર પૂરો થઇ જાય અને બાળકો પાછાં પોતાના ઘરે પહોંચી જાય.
વેકેશન આવતાં બાળકો સાવ નવરાં સવારથી ટી.વી., ટેઇપરેકોર્ડર, સતત કંઈક ખાધા-પીધા કરવાનું. બાળકો વચ્ચે નાની-મોટી તકરાર અને તેમાં અલપ-ઝલપ રમતો. વેકેશન આથી વિદ્યાર્થીઓને સાંજે હરવા-ફરવાનું મન થાય, પણ પુરુષવર્ગ નોકરી-ધંધામાં વ્યસ્ત, આથી રોજ કંઈ પ્રોગ્રામ બને નહીં અને છેવટે બાળકોને પૂરો સમય સાચવવાની જવાબદારી માતાઓ ઉપર આવી પડે છે. જાણે તેમની જ પરીક્ષા. વ્યવસાય કરતી સ્ત્રીઓ માટે બાળકોની રજા બોજારૂપ બને છે, તેમ ઘરકામ સાથે જોડાયેલ માતાઓ માટે વેકેશન આરામ ઝૂંટવી લેનાર બને છે. મોંઘવારી, પાણીની અછત, ગેસ અને વીજળીની ખોટ બહેનોને મૂંઝવે છે, તેમ ઘરમાં બાળકોની સતત હાજરી પણ સ્ત્રીઓને પરેશાન કરે છે.
આવી સ્થિતિ વચ્ચે વેકેશનનાં ૪૫-૫૦ દિવસ સંતાનોને સાચવવાં માટે તમારા ૭ થી ૧૫ વર્ષના બાળકોને જીવન શિક્ષણ સાથે સંકળાયેલ રોજની ૧-૨ તાલીમ તરીકે ૫૫ પ્રવૃત્તિઓ આપો અને પછી જુઓ ફરક! શાળાઓની રજા દરમ્યાન પણ બાળકોને જીવન શિક્ષણથી સજ્જ કરી શકાશે આવી પ્રવૃત્તિઓની યાદી જોઈએ તો કચરો વાળતાં, કઈ જગ્યાએ કયા પ્રકારની સાવરણીનો ઉપયોગ થાય? ક્યારે ઊભા રહીને અને ક્યારે બેસીને વળાય તે શીખે. પોતું કરતાં, પોતું કરવા માટે વપરાતું કપડું કેવું હોવું જોઈએ? તે જાણે. બાથરૂમ, સંડાસ, ખાળ, ગટર સાફ કરતાં ફિનાઈલ, સાબુનો ઉપયોગ ક્યારે થાય તે જાણે. પોતાનાં કપડાં ધોતાં આવડે, વાસણ સાફ કરતાં, ઑવન, રેફ્રિજરેટર, ટી.વી., ટેલિફોન, મોબાઈલ જેવા ઘર-વપરાશનાં સાદાં સાધનોનો ઉપયોગ કરતાં જાણે.
ભાખરી શાક બનાવતાં જાણે. શાકભાજી, અનાજ, કરિયાણું ખરીદતાં, તેની કિંમત ગણતાં, ઇલેક્ટ્રિક સપ્લાયનો ફ્યૂઝ ઊડી ગયો હોય તો બાંધતા, બટન ટાંકતાં, કપડું ફાટ્યું હોય તો સાંધતાં, દીવાલમાં ચંપલમાં કે ફર્નિચરમાં ખીલી ઠોકતાં કે સ્ક્રૂ બેસાડતાં, ચોપડીને પૂઠું ચડાવતાં, ગુંદરથી કાગળ ચોંટાડતાં, સાચી રીતે સરનામું લખતાં, પડીકું વાળતાં, ફૂલોની માળા ગૂંથતાં, તૈયાર કરતાં શીખે, રંગીન દોરા અને સોયથી ભરતના ટાંકા લેતાં, પાણી ભરતાં, બસ અને રેલવે સમયપત્રક જોતાં શીખે, નકશો જોઈને સ્થાન શોધી કાઢવું, મોબાઈલ, કમ્પ્યુટરનો પ્રાથમિક ઉપયોગ જાણે, હિસાબ લખતાં, કોરા કાગળમાંથી નોટ બાંધતાં, ઘઉં, ચોખા, દાળ, વગેરેની જાતને ઓખળતાં શીખે.
કઈ ઋતુમાં ક્યાં શાકભાજી હોય તેની માહિતી જાણે અને તાજાં શાકભાજી ખરીદતાં શીખે. ગુગલ મેપની મદદથી લખેલા સરનામાના સ્થળે પહોંચવું, પત્રોનો ઉત્તર લખવો, સુધડ રીતે શેતરંજી પાથરતાં અને સૂવા માટે પથારી કરતાં. ઝાડ ઉપર ચડતાં, આસોપાલવનાં તોરણ બનાવતાં, પશુને ચારો ખવડાવતાં, બૂટપોલિશ કરતાં, પાણીમાં તરતાં, યોગ્ય રીતે પોતાનો પરિચય આપતાં, કૂંડામાં કે જમીનમાં છોડ રોપીને ઉછેરતાં, બેગ-બિસ્તરામાં સામાન ગોઠવતાં, કોઈપણ વસ્તુનું જોખીને વજન કરતાં શીખે. કાપડ અથવા જમીન માપતાં શીખે, રસ્સી-રસ્સાથી વસ્તુ બાંધતાં, ચિત્રો કરતાં, રંગોળી પૂરતાં, સુંદર અક્ષરે લખતાં અને સૂરતાલમાં ગીત ગાતાં શીખે. નળમાંથી પાણી ટપકતું હોય તો તે વોશર બદલતા શીખે.
પાનું, પકડ, ચીપિયો, હથોડી, સ્ક્રૂડ્રાઇવર, જૅક, કાતર, કુહાડી, ખુરપી વગેરે સાધનોને ઓળખતા અને તેમનો ઉપયોગ કરતાં જાણે. લાઠી, ચાકુ, ગિલોલ, તીરકામઠું વગેરેનો ઉપયોગ કરતાં, સૂર્ય નમસ્કાર કરતાં જાણે, દોરડાની મદદથી પર્વત પર ચઢાણ કરવું, પશુ સવારી કરવી, ગુલાંટ ખાવી, દોરડાં કૂવાં, સમૂહમાં ગીત સાથે અભિનય કરતાં આવડે, જમીનમાં ઝાડ-પાન રોપતા જાણે, અભ્યાસ અને અવલોકન નોંધ તૈયાર કરતાં, વડીલોને માન આપે. ૧૦ મિનિટ માટે શાંત ચિત્તે ધ્યાન કરવાની પદ્ધતિ શીખે. ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખતાં જાણે.
મા-બાપ પોતાના બાળકનાં રસરુચિ, ઘરના વાતાવરણ અને ઉપલબ્ધ સાધનોની મર્યાદામાં આ યાદીમાં વધારો-ઘટાડો કરી શકે છે. બાળકને એક કાર્ડ ઉપર આ કૌશલ્યો લખવા અને ક્રમશ: રોજ એકથી બે કૌશલ્ય પૂર્ણ કરવા જણાવો. થોડી તાલીમ અને થોડું પ્રોત્સાહન આપો. રાત્રિના ખાણા સમયે બાળકે પ્રાપ્ત કરેલ કૌશલ્યની ચર્ચા કરો અને નોકરી-ધંધાથી પરત આવેલા પપ્પાના હાથે પેન-પેન્સિલ, પિપરીંટ તેમ જ નાનો પુરસ્કાર આપો અને પછી જુઓ પરિવર્તન. સર્જનશીલતાને પ્રાર્થના કહેનાર ઉપનિષદે કૌશલ્યમાં પૂજા નીરખી છે. ગીતામાં પણ પ્રવૃત્તિના કૌશલ્યને યોગ કહ્યો છે ત્યારે બાળકો સાથેના પ્રવૃત્તિ સાતત્યને જીવન શિક્ષણ તરીકે જોડવાની દૃષ્ટિ કેળવવાની જરૂરિયાત છે.
ભણતરના ભાર વિના રજાની મજા માણતાં બાળકોમાં કૌશલ્યના વિકાસથી તેઓને આત્મપ્રદર્શનની તક મળે છે. તેઓમાં વિશ્વાસ વધે છે. તેઓ સર્જનનો આનંદ માણી શકે છે અને શીખેલું જીવનપર્યન્ત યાદ રાખી ખપમાં લાવી શકે છે. શાળાકીય જીવનમાં બૌદ્ધિક વિકાસને પ્રાધાન્ય મળે છે, પણ શરીર અને મનની ભાવનાઓનો વિકાસ તો ગૃહતાલીમ દરમિયાન જ થાય છે. સાથોસાથ શિક્ષણનો મૂળ હેતુ સુદઢ બને છે. બાળક આવતી કાલનું ભવિષ્ય છે. આવતા સમયનું પ્રતિબિંબ આજના બાળકમાં જોઈ શકાય છે ત્યારે જે માતાઓના ભૂતકાળ થકી બાળકના વર્તમાનનું સર્જન થયું છે તે જ વડીલો બાળકના ભવિષ્યના સર્જન માટે થોડી વધુ ખેવના રાખે તો સોનામાં સુગંધ ભળશે.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.