સમાજમાં દરેક માનવી વારસામાં સંપત્તિ, જર, ઝવેરાત, આપી શકે, પણ કળા અને સાહિત્ય એવી સંપત્તિ છે કે જાતે જ વિકસાવવી પડે. કોઇને નાણાં આપીને ખરીદી શકાતી કે વારસામાં નથી આપી શકાતી. દરેક ક્ષેત્રમાં પ્રવેશેલાં લોકોએ કળા અને સાહિત્યની બાબત તો જાતે જ વિકસાવેલી હોય છે. એટલે જ કહેવાય છે કે કોઇના અભિનય કે કામની નકલ કરી શકાય પણ આબેહુબ ભજવી ન શકાય એ સો ટકા સિધ્ધ થયેલી બાબત છે.
ફિલ્મ ઉદ્યોગની વાત કરીએ તો રાજકપૂર કે સંજીવકુમારે, તેઓની ફિલ્મમાં જુદા જુદા પ્રકારનો કરેલો અભિનય આબેહુબ હજુ સુધી કોઇ ભજવી નથી શકયું. આબેહુબ અવાજ પણ કાઢી શકાતો નથી ત્યારે કલા કે સાહિત્યના ક્ષેત્રમાં કારકિર્દી બનાવનારાઓએ બીજા ઉપર આધાર ન રાખતા જાતે જ સખત મહેતન કરીને આગળ આવવાની જરૂર છે.
આપણે જાણીએ છીએ કે દરેક ક્ષેત્રમાં સગાંવાદ પ્રવર્તે છે ત્યારે હાલની પેઢીએ સગાંવાદ, જ્ઞાતિવાદ, કોમવાદ, સમાજવાદની તિલાંજલિ આપી મહેનતવાદને પ્રાધાન્ય આપી જે તે ક્ષેત્રમાં કારકિર્દી વિકસાવી પોતાની જાતને મજબૂત બનાવે.
સુરત – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.