SURAT

શું 13 વર્ષનો બાળક પિતા બની શકે?, સુરતની 23 વર્ષની ટીચરની પ્રેગનન્સી મામલે ડોક્ટર્સ શું કહે છે..

સુરતની 23 વર્ષની ટીચર અને 13 વર્ષના સ્ટુડન્ટની લવસ્ટોરીએ ભારે ચર્ચા જગાવી છે. પહેલાં ટીચર સગીર વયના સ્ટુડન્ટને લઈને ભાગી જતા દોડધામ મચી ગઈ હતી. રાજસ્થાનની બોર્ડર પાસેથી ટીચર અને સ્ટુડન્ટ પકડાયા બાદ પોલીસ પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો. 23 વર્ષની ટીચર 5 મહિનાની ગર્ભવતી છે.

વળી, આ ગર્ભ તેના 13 વર્ષના સ્ટુડન્ટથી રહ્યો હોવાનો ખુલાસો ટીચરે કરતા પોલીસ પણ માથું ખંજવાળવા લાગી છે. શું ખરેખર 13 વર્ષનો બાળક કોઈ યુવતીને ગર્ભવતી કરી શકે? અને શું ખરેખર ગર્ભ બાળક થકી જ રહ્યો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે આ મામલે તબીબો શું કહે છે તે જાણીએ..

સામાજિક સ્તરે આવેલા પરિવર્તનને દર્શાવતી આ ઘટનામાં સૌ કોઈએ વિચારવાનો સમય આવી ગયો હોય તેવી ઘટના સામે આવી છે. 23 વર્ષની શિક્ષિકા 13 વર્ષના સગીરથી પ્રેગન્ટ થઈ છે. હાલ પોલીસે શિક્ષિકા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સામાજિક રીતે વિચારવાનો સમય આવી ગયો હોવાનું તબીબો કહી રહ્યાં છે.

મનોવૈજ્ઞાનિક ડો. મુકુલ ચોકસીએ કહ્યું કે, 13 વર્ષની ઉંમરમાં જાતિય આવેગ આવવાં હવે સામાન્ય થઈ ગયું છે. કાયદાકીય રીતે આ ક્રિયાઓ માટે 18 વર્ષ નક્કી કરવામાં આવ્યાં છે. ત્યારે આ જે ભેદ છે તેની વચ્ચે વિચારવાનો સમય આવી ગયો છે. કુદરતિ જાતિય આવેગને ચેનલાઈઝ કરવાની જરૂર છે. તેના માટે સગીરોને સેક્સ એજ્યુકેશન આપવું ખૂબ જરૂરી છે.

કારણ કે, તેનાથી સગીરોના આવેગને એક દિશા પણ મળી શકે છે. સાથે જ આવેગો માટે હસ્તમૈથુન સહિતની વસ્તુઓથી પણ સગીરોને માહિતગાર કરવા આવશ્યક છે. આ જેટલો મુદ્દો કાયદાનો છે તેનાથી કદાચ વધુ સામાજિક રીતે જાગૃતિનો વધુ હોવાનું લાગી રહ્યું છે.

Most Popular

To Top