Gujarat

રાજ્યમાં 8684 ગ્રામ પંચાયતો માટે પ્રચાર પડઘમ શાંત, 19મી ડિસે.એ મતદાન થશે

રાજયમાં આગામી તા.19મી ડિસે.ના રોજ 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણી મતદાન પત્ર દ્વ્રારા યોજાનાર છે. જેના પગલે આજે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થયા છે. રાજય ચૂંટણી આયોગ દ્વ્રારા ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. તા.19મી ડિસે.ના રોજ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. જો કે મતદાન વખતે ચૂંટણી ઓળકકાર્ડ રાખવુ જરૂરી છે. આગામી તા.21મી ડિસે.ના રોજ મત ગણતરી હાથ ધરાશે.

8684 ગ્રામ પંચાયતો માટે 8560 સરપંચો તથા તેના 119998 જેટલા સભ્યોની પસંદગી માટે મતાદન યોજાશે. રાજયમાં 1.82 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણી માટે 23,097 મતાદન મથકો પૈકી 6656 મતદાન મથકો સંવેદનશીલ તથા 3074 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. આ ચૂંટણી પ્રક્રિયામાં 1,94,586 જેટલા અધિકારી ફરજ પર રહેશે. સરપંચની ચૂંટણી માટે 27,200 ઉમેદવારો તથા વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 119998 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

Most Popular

To Top