ભારત દેશના સ્માર્ટ સીટીમાં સુરતનો સમાવેશ તે ગૌરવની વાત કહી શકાય. સ્માર્ટ સીટી અન્વયે કેન્દ્ર રાજય સરકાર તરફથી મળતી ગ્રાન્ટ મારફત શહેરનો વિકાસ નજરે પડે છે. પરંતુ સુરત સ્માર્ટ સીટીમાં મ્યુ. તંત્ર દ્વારા અમુક સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવે છે. દા.ત. કોટ વિસ્તારનો સતત ધમધમતો રોડ રાજમાર્ગ. જેમાં ભાગળ ચાર રસ્તા પર મટકા ફોડ કાર્યક્રમ, ગણપતિવિસર્જન, ઇદેમિલાદ જુલુસ, વિવિધ રેલીઓ, આંદોલનો માટેનું સ્થળ તેમજ વિવિધ કાર્યક્રમો અત્રેથી થતા રહે છે. જેમાં મેયર, મ્યુ. કમિ., પોલીસ કમિ., સંસદ સભ્ય, ધારાસભ્યો, મ્યુ. કોર્પોરેટર અમુક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હોવા છતાં ભાગળ ચાર રસ્તા પર ડિવાઇડર તૂટેલ હોય, કલર કામ કરેલ ન હોય તે કેમ તંત્રને ધ્યાન પર આવતું નથી? અલકાપુરી બ્રિજને તાકીદે કલરકામ જરૂરિયાત હોય, કતારગામ દરવાજા પાસે દિશાસૂચક બોર્ડ તેમજ જહાંગીરપુરા કોમ્યુ. હોલ બેનરના અમુક અક્ષરો ગાયબ જણાય છે. ઇસ્કોન સર્કલ પાસે દિશાસૂચક વોર્ડના અક્ષર વંચાતા નથી. જે આવી નાની બાબતોનું ધ્યાન મ્યુ. તંત્રને ધ્યાને કેમ ચઢતું નથી? આવું છે આપણું સ્માર્ટ સીટી?
સુરત- નાનજીભાઇ ભાણાભાઇ પડાયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
એવી લોન સામે લાલબત્તી
લગભગ દરેક સરકારી અને ખાનગી બેંકો રાજકારણીઓના દબાણ હેઠળ કરોડોની લોન આપે છે. આ લોન પેપરમાં એટલાં બધાં છીંડાં રહેવા દેવામાં આવે છે, ઉઠમણું કરનારા રાજકારણીઓનો ચૂંટણી ફંડનો ભાગ આપી બાકીના નાણાં લઇ વિદેશ ભાગી જાય છે, જયાં ભારતના કાયદા કાનૂન ચાલતા નથી. પ્રજા પણ બેબસ અને વિવશ છે. પોતાની ભવિષ્ય માટે સાચવેલી મરણમૂડી પણ કયારેક પરત મળતી નથી. નાના અને બિનસંગઠિત વર્ગ શાહુકારોના હવાલે પહેલેથી વ્યાજ કાપી લેવામાં આવે છે અને મુદત વિત્યે બાકીનાં લેણાં બાઉન્સરો રોકી વસૂલ કરે છે. કયાં તો ભિખારી બનાવી દે છે કે પછી આપઘાત કરવા વિવશ બને છે.
સુરત – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.