Charchapatra

કેલિફોર્નિયા ­વાઈલ્ડ ફાયર

ગુજરાત મિત્ર, રવિવારી પૂર્તિ તા. 19-01-25, બહુશ્રુત કોલમ, ચિરંતના ભટ્ટ લિખીત લેખ, કેલિફોર્નિયા વાઈલ્ડ ફાયર જે હોલીવૂડ ક્ષેત્ર લોસ એન્જિલસમાં તા. 7-1-25ની વિનાશક, ભયાનક, દાવાનળ આગે લોસ એન્જસલમાં ખાનાખરાબી અને કરોડોનું નુકસાન માલ-મિલકતોને થયું અને રહેવાસીઓ માટે જે વિનાશક દૃશ્ય થયું તે હવે દુનિયાના બીજા દેશને માટે પણ ખતરાની ઘંટડી સમાન છે. આ જંગલો થતી આગનું કારણ કોન્ક્રીટ મલ્ટીસ્ટોરીઝ બિલ્ડીંગો, પ્લાસ્ટીકના વ્યાપક ઉપયોગ તથા પર્યાવરણની આપણા દ્વારા થતી અવગણતા છે. વૈશ્વિક સ્તરે ખૂબ ઊંચા રહેતા તાપમાન, પર્વતોના બરફ ઓગળવાની મોટે પાયે ઘટના તથા નદીઓમાં રહેતી પાણીની સતત અછતને કારણે આવી ઉદ્દભવતી વિનાશક આગને રોકવા ભારત દેશના પર્યાવરણ શાસ્ત્રીઓએ પણ સુરક્ષાના પગલાં લેવાનો સમય પાકી ગયો છે. એમ લાગે છે. ઘરેલું વપરાશમાં પ્લાસ્ટીક વસ્તુઓનો ઉપયોગ તાળીએ તથા વૃક્ષારોપણ અભિયાનને અગ્રિમતા આપીએ તો ક્લાઇમેન્ટ ચેન્જમાં પણ સંતુલન જળવાય શકશે.
સુરત     – દિપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પક્ષીમાં સમજણ
તમે જો જોયુ હોય તો પક્ષીઓ કોઇ દિવસ એકલા હોતા નથી. તમે જ્યારે જોયુ હોય ત્યારે તેઓ ટોળામાં એટલે કે સમુહમાં જ રહેતા હોય છે તેવી જ રીતે મનુષ્યને પણ એકલા રહેવુ ગમતુ નથી. એ હંમેશા એકબીજા સાથે જ જીવતા હોય છે હવે વાત એ આવે છે મુખ્ય સંદેશાની અને તે છે પંખીઓને આવતો સંદેશો પક્ષીને પંદર દિવસ પહેલા પોતાના મરણની ખબર પડી જતી હોય છે અને ત્યારથી તે પંખીઓના ટોળામાંથી છૂટુ પડી જઇને એકલુ જીવવા લાગે છે અને ત્યાં સુધી જ્યાં સુધી એનુ મરણ ન થાય. આના ઉપરથી આપણા ઋષિમુનિઓ કે સાધુ સંતો દ્વારા સાંભળેલી વાત યાદ આવે છે મનુષ્યને પોતાના મરણના સંકેત તો મળી જ જતા હોય છે અને ત્યારથી એણે મોહમાયાનો, લોભ લાલચના બંધનો ત્યાગી દઇને પ્રભુસ્મરણમાં જીવન વ્યતિત કરવુ જોઇએ પણ આ શકય છે ખરું?
સુરત     – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top