બ્લાય : ઉત્તર કેલિફોર્નિયા (California)માં બીહડ વિસ્તારોથી પસાર થઈ રહેલી આગ (Fire)ની લપટોએ શનિવારે ઘણા ઘરો (House)ને નષ્ટ કરી દીધા હતા. અહીના જંગલો (Forest)માં લાગેલી રાજ્યની સૌથી મોટી આગ તીવ્ર બની ગઈ છે અને તે અમેરિકા (America)ના પશ્ચિમ ભાગમાં તબાહી મચાવી રહી છે.
ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું કે, 14 જુલાઈથી શરૂ થયેલી ‘ડિક્સી’ આગ નાનકડા વિસ્તાર ‘ઈન્ડિયન ફોલ્સ’થી પસાર થતાની સાથે જ ડઝનેક ઘરો અને અન્ય બાંધકામોને સળગાવીને ખાખ કરી દીધા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આ આગ એવા વિસ્તારમાં લાગી રહી છે જ્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ છે અને તે પૂર્વ તરફ આગળ વધતાં અગ્નિશમન દળના જવાનોને ત્યાં સુધી પહોંચવામાં મુશ્કેલી આવી રહી છે. આગને કારણે પ્લામસ અને બ્યુટ વિસ્તારની 1,81,000 એકરથી વધુ જમીન બળી ગઈ છે અને અલ્માનોના પશ્ચિમ કાંઠે સ્થિત ઘણા અન્ય નાના વિસ્તારોને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શનિવારની રાત સુધીમાં આગ પર 20 ટકા નિયંત્રણ મેળવવામાં સફળતા મળી છે.
ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ દરમિયાન દેશમાં દક્ષિણ ઓરેગનમાં સૌથી મોટી જંગલની આગ ‘બુટલેગ’ને લગભગ અડધા હિસ્સામાં શનિવારે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જેમાં 2,200થી વધુ અગ્નિશામકના કર્મચારીઓ ખૂબ જ ગરમી અને ઝડપી હવાઓ વચ્ચે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે, આગનો ફેલાવો ધીમો પડ્યો છે, પરંતુ પૂર્વ બાજુએ તેની આસપાસ ઘેરાયેલા હજારો મકાનો હજી પણ જોખમ મંડરાઈ રહ્યું છે. કેલિફોર્નિયામાં રાજ્યપાલ ગેવિન ન્યૂસમે જંગલની આગોના કારણે ચાર ઉત્તરી વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી.
દેશભરમાં 85થી વધુ જંગલોમાં આગ સળગી રહી છે. જેમાંથી મોટાભાગના પશ્ચિમના રાજ્યોમાં છે. અત્યાર સુધી કુલ 14 લાખ એકર જમીન બળી ગઈ છે. મહત્વની વાત છે કે દર વર્ષે અહીં ઉનાળા દરમિયાન આવી જ ભયાનક આગ લાગવાથી જંગલો બળીને ખાક થઇ જતા હોય છે, અને લોકોએ આ માટે તૈયારી પણ રાખવી પડતી હોય છે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા જાનવરો પણ આ આગની લપેટમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જો કે આ વર્ષે આ આગ મોન્સૂનમાં લાગી હોવાથી હવે સરકારે પણ આ વાતની નોંધ લઇ પગલાં લેવા રહ્યા.