સેન્ટો ડોમિંગો : કેરેબિયન દેશ ડોમિનિકાના (Dominica) બાસ્કેટબોલ ખેલાડી (Basketball Player) ઓસ્કર કેબ્રેરા એડમ્સનું (Cabrera Adams) રવિવારે રાત્રે માત્ર 28 વર્ષની વયે આકસ્મિક નિધન (Death) થયું હતું. ઓસ્કર કેબ્રેરા એડમ્સનું ત્યાના એક આરોગ્ય કેન્દ્રમાં સ્ટ્રેસ ટેસ્ટિંગ દરમિયાન મૃત્યુ થયું હતું. એવું માનવામાં આવે છે કે તે હૃદય અને રક્ત પરિભ્રમણ માટે જોખમ ઊભું કરતી બિમારી મ્યોકાર્ડિટિસ સામે લડી રહ્યા હતા. જો કે હવે તેમના મોત બાદ નવી ચર્ચા શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં ઓસ્કર કેબ્રેરા એડમ્સના મૃત્યુ કોરોનાની રસીને (Corona Vaccine) કારણે થયા હોવાનું જણાવાયું છે.
- મ્યોકાર્ડિટિસથી પિડાતા ઓસ્કર કેબ્રેરા એડમ્સનું સ્ટ્રેસ ટેસ્ટિંગ દરમિયાન નિધન થયા પછી સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ વાયરલ બની
- ઓસ્કર કેબ્રેરા એડમ્સે સોશિયલ મીડિયા પર પોતાનો મ્યુકાર્ડિટિસ થવા માટે કોરોનાની ફાઇઝર રસીને જવાબદાર ઠેરવતી પોસ્ટ લખી હતી
ઓસ્કર કેબ્રેરા એડમ્સે તેના મૃત્યુના કેટલાક સમય પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી. જેમાં તેમણે સ્પષ્ટ રીતે લખ્યું હતું કે કોવિડ રસી ફાઇઝરના 2 ડોઝ લીધા પછી મને ગંભીર મ્યોકાર્ડિટિસ થયો હતો. અને હું તે જાણતો હતો! ઘણા લોકોએ મને રસી અંગે ચેતવણી આપી હતી. બાસ્કેટબોલ ખેલાડીએ ખુલાસો કર્યો હતો કે સ્પેનમાં ઇન્ટરનેશનલ પ્રોફેશનલ ખેલાડી માટે કોવિડ રસીકરણ ફરજિયાત હોવાથી તેમણે રસી લેવી પડી હતી. તેમણે મેચ દરમિયાન અચાનક તેમના પડી જવા અંગે અને તે પછીના મેડિકલ પરીક્ષણો અંગે આ પોસ્ટમાં જણાવ્યું છે. તેમણે એ વાતે અફસોસ વ્યક્ત કર્યો હતો કે તેમને શ્વાસ સંબંધી કોઇ પારિવારિક બીમારી ન હોવા છતાં આ રીતે જીવન મરણનો સામનો કરવો પડ્યો હતો.
ટેનિસ ખેલાડી નોવાક જોકોવિકે આજ સુધી કોરોના રસી નથી લીધી
સર્બિયાનો સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિક યુએસ ઓપન 2022માં ભાગ લઈ શકયા ન હતા. કારણ કે જોકોવિક COVID-19 પ્રોટોકોલને કારણે યુનાઇટેડ સ્ટેટ્સની મુસાફરી કરવા માટે લાયક નથી કારણ કે તેમણે ત્યારે કોરોનાવાયરસ સામે રસી લીઘી ન હતી. જોકોવિકે પોતે ટ્વીટ કરીને યુએસ ઓપનમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. 2022નું આ બીજું ગ્રાન્ડ સ્લેમ હતુ જેમાં જોકોવિક ભાગ લઈ શક્યા ન હતા.