National

‘CAA ક્યારેય પાછો ખેંચાશે નહીં, ક્યારેય સમાધાન થશે નહીં’: અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે (Central Govt) નાગરિકતા સંશોધન કાયદો (CAA) દેશભરમાં લાગુ કર્યો છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah) ઘણી વખત નિવેદન આપ્યું હતું કે CAA કાયદો લોકસભા ચૂંટણી (LokSabha Elections) પહેલા લાગુ કરવામાં આવશે. દરમિયાન અમિત શાહે એક ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાત કરી છે. તેમજ વાતચીત દરમિયાન CAAને લગતી ઘણી માહિતી શેર કરી છે.

કેન્દ્રીય ગૃગ મંત્રી અમિત શાહે વાતચીત દરમિયાન કહ્યું કે CAA કાયદો ક્યારેય પાછો ખેંચાશે નહીં. આપણા દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ આપણો સાર્વભૌમ અધિકાર છે. અમે આ બાબતે ક્યારેય સમાધાન કરશું નહીં. આ સાથે જ તેમણે CAA નોટિફિકેશન પર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર પણ ટિપ્પણી કરી હતી.

અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા
મમતા બેનર્જી પર ટિપ્પણી કરતા શાહે કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે ભાજપ પશ્ચિમ બંગાળ સત્તામાં આવશે અને ઘૂસણખોરી બંધ કરશે. જો તમે આ પ્રકારની રાજનીતિ કરો છો અને રાષ્ટ્રીય સુરક્ષાના આટલા મહત્વના મુદ્દા સાથે તમે તુષ્ટિકરણની રાજનીતિ કરીને ઘૂસણખોરીને મંજૂરી આપો છો તો અમે તેનો વિરોધ કરીશું. જો શરણાર્થીઓને નાગરિકતા નહીં મળે તો લોકો તમારી સાથે રહી શકશે નહીં. તેમણે કહ્યું કે મમતા બેનર્જી શરણાર્થી અને ઘૂસણખોર વચ્ચેનો તફાવત નથી જાણતા. એક ઈન્ટરવ્યુમાં વિપક્ષના સવાલ અંગે તેમણે કહ્યું કે વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી.

વિપક્ષો પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેમનો ઈતિહાસ એ છે કે તેઓ જે બોલે છે તે કરતા નથી. મોદીજીનો ઈતિહાસ એ છે કે ભાજપ કે પીએમ મોદીએ જે કંઈ કહ્યું તે પથ્થરની લકીર સમાન છે. મોદીની દરેક ગેરંટી પૂરી થઇ છે. વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી.

તેમણે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકમાં રાજકીય ફાયદો થયો છે. તો શું આપણે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ન કરવી જોઈએ? અમિત શાહે એમ પણ કહ્યું કે કલમ 370 હટાવવાનું પણ અમારા રાજકીય ફાયદા માટે હતું. તો અમે તો 1950થી કહી રહ્યા હતા કે અમે કલમ 370 હટાવીશું. માટે આ ફક્ત તુષ્ટીકરણની નીતી છે. બીજું કશું નથી.

Most Popular

To Top