સીએ. ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિએટની પરીક્ષા જાન્યુઆરી – 2025માં લેવાઈ હતી તેનું પરિણામ આજે તા. 4 માર્ચ 2025 ને મંગળવારના રોજ ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
સમગ્ર સુરતમાં 1225 વિદ્યાર્થીઓએ સીએ ઇન્ટરમીડિએટ માં બન્ને ગૃપની પરીક્ષા આપી હતી તેમાંથી 265 વિદ્યાર્થીઓએ સીએ ઇન્ટરમીડિએટ બન્ને ગૃપમાં સફળતા મેળવી છે. 70 વિદ્યાર્થીઓએ સીએ ઇન્ટરમીડિએટ પ્રથમ ગૃપ અને 43 વિદ્યાર્થીઓએ સીએ ઇન્ટરમીડિએટ બીજું ગૃપ પાસ કર્યું છે.
તેમજ 829 વિદ્યાર્થીઓએ સીએ ઇન્ટરમીડિએટ પ્રથમ ગૃપની પરીક્ષા આપી હતી, જેમાંથી કુલ 71 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 525 વિદ્યાર્થીઓએ સીએ ઇન્ટરમીડિએટ બીજા ગૃપની પરીક્ષા આપી હતી, જેમાંથી 169 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
આ વિદ્યાર્થીઓએ સુરતનું નામ રોશન કર્યું
નૂપુર પરેશભાઈ પટેલ (AIR-21, Surat Rank – 01), ખુશીબેન કમલેશકુમાર જોશી (AIR-28, Surat Rank – 02), કરિશ્મા સુરેશકુમાર નહાર (AIR-29, Surat Rank – 03), ક્ર્રીશ મનીષકુમાર જૈન (AIR-34, Surat Rank – 04), રિતિકા જીતેન્દ્ર ગુપ્તા (AIR-34, Surat Rank – 04), રાઠી લીસા (AIR-34, Surat Rank – 041).
સીએ ફાઉન્ડેશનમાં સુરતના 570 સ્ટુડન્ટ પાસ
આ ઉપરાંત આજ રોજ જાહેર થયેલા પરિણામોમાં સીએ ફાઉન્ડેશન પરીક્ષા જે જાન્યુઆરી 2025 માં લેવાઈ હતી તેનું પરિણામ પણ જાહેર થયું છે, જેમાં સમગ્ર સુરત શહેરમાંથી કુલ 2755 વિદ્યાર્થીઓએ સીએ ફાઉન્ડેશનની પરીક્ષા આપી હતી અને તેમાંથી કુલ 570 વિદ્યાર્થીઓએ સી.એ. ફાઉન્ડેશન પરીક્ષા માં સફળતા મેળવી છે.
