દેશના ટોપ 50માં શહેરની એક વિદ્યાર્થિની અને ચાર વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું :
નવા 60 થી વધુ CA મળ્યા : બરોડા બ્રાન્ચના ઈતિહાસમાં પ્રથમ વાર ઝળહળતું અદ્દભૂત પરિણામ મેળવ્યું :
( પ્રતિનિધિ )વડોદરા,તા.2
ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જાન્યુઆરી મહિનામાં લેવાયેલી સીએ ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ભારતમાં વડોદરાના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. દેશના 50 માં વડોદરાની વિદ્યાર્થિની સહિત પાંચ વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું હતું. જ્યારે આ વખતે વડોદરાને નવા 60 થી વધુ સીએ મળ્યા છે.
જાન્યુઆરી મહિનામાં ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી સીએ ફાઈનલની પરીક્ષામાં વડોદરા બ્રાન્ચને ઇતિહાસમાં સર્વ પ્રથમ વખત મોટી સફળતા મળી હતી આ વખતે વડોદરામાંથી એક વિદ્યાર્થીની સહિત પાંચ વિદ્યાર્થીઓએ સમગ્ર ભારતમાંથી ટોપ 50 માં સ્થાન મેળવ્યું છે. બરોડા બ્રાન્ચના ચેરમેન પ્રશાંત કોટેચાએ જણાવ્યું હતું કે, સીએની પરીક્ષા જે જાન્યુઆરીમાં લેવાય હતી. જેમાંથી સીએ ફાઇનલનું પરિણામ આજે આવ્યું છે. જેમાં આખા ઇન્ડિયામાં જે વિદ્યાર્થીએ બંને ગ્રુપ એટેમ્પ કર્યા હતા. જેનું 11 ટકા જેવું પરિણામ આવ્યું છે. પ્રથમ ગ્રુપમાં 21 ટકા અને બીજા ગ્રુપનું 9 ટકા જેટલું રીઝલ્ટ આવ્યું છે કુલ મળીને 7500 જેટલા સીએ આખા ઇન્ડિયામાં થયા છે. એની સામે તુલના કરીએ તો વડોદરામાં 190 વિદ્યાર્થી બંને ગ્રુપમાં એપીઅર થયા હતા. જેમાંથી 30 વિદ્યાર્થી પાસ થયા છે. જે 16 ટકા જેટલું રીઝલ્ટ બરોડાનું છે. જે ખૂબ જ સારું છે આખા ભારત કરતાં પણ સારું પરિણામ આપણા વડોદરાનું છે. ઈતિહાસમાં પ્રથમ વખત ઓલ ઇન્ડિયા રેંકમાં વડોદરામાંથી 5 વિદ્યાર્થીઓ એપિયર થયા છે. આખા ઇન્ડિયામાં કુલ 50 રેન્ક હોય છે. જેમાં 5 વડોદરાના છે, જે ખૂબ ગર્વની વાત છે. આની અંદર ઘણા બધા સીએના એક એક ગ્રુપ બાકી હોય એવું બધું ગણીએ તો 30 સીએ પ્રથમ એટેમ્પ્ટ જે લોકોએ બંને ગ્રુપ પાસ કર્યા છે, એવા કુલ મળીને 60 થી 70 ચાર્ટડ એકાઉન્ટ વડોદરામાંથી થયા છે. હાલ, બધાનું નામ અને લીસ્ટ આવશે, ત્યારે ખબર પડશે. પરિણામ જોઈએ તો ખુબજ સારું પરિણામ આ વખતે વડોદરા બ્રાન્ચનું છે.
માતા-પિતા અને ખાસ મોટી બહેનના કારણે સીએ બની શક્યો :

સીએ બનવાનું સ્વપ્ન મારું પૂર્ણ થયું છે અને આજે સીએ થઈ ગયા પછી ખૂબ જ સારું લાગી રહ્યું છે. મારી આ સફળતા પાછળનો શ્રેય હું મારા માતા પિતા અને ખાસ મારી બહેનને આપું છું. સવારે 6:30 થી લઈને સાંજના 8:30 સુધી એટલે 14 કલાક જેટલો અભ્યાસ માટે આપતો હતો પણ 11 થી 12 કલાક સુધીનો મારો અભ્યાસ રહેતો હતો. પહેલાથી જ હું સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ ન હતો. મારા પિતા એલમ્બિકમાં છે. મમ્મીનું સલુન છે અને મારી બહેન માર્કેટિંગની હેડ છે. સીએ બન્યા પછી ઘણી બધી તકો હોય છે અને એર મળ્યા પછી તો એમાં વધારો થયો છે. એટલે હજી સુધી મેં નક્કી નથી કર્યું. :
તીર્થ ઠક્કર, એર-29
પિતા નથી,માતા બહેન અને મામા મામીના સપોર્ટથી સફળતા મેળવી :

સીએ ફાઇનલની જર્નીનો આ ટફ એટેમ્પ કહેવાય જેને મેં પાસ કર્યો છે. ખૂબ સારું લાગે છે. છેલ્લા પાંચ મહિનાથી હું 12 થી 14 કલાક જેટલું વાંચતો હતો. સવારે વહેલો ઊઠીને અને રાત્રે મોડે સુધી વાંચન કરતો હતો. અને રાઇટીંગ પ્રેક્ટિસ ખૂબ વધારે કરી હતી. સોશિયલ મીડિયા નો ઉપયોગ મેં ઘણો ઓછો કરી દીધો હતો. મારું સ્વપ્ન છે કે આગળ સારી જોબ કરીને પોતાનો બિઝનેસ ચાલુ કરું મારા પિતા નથી. મારી માતા હાઉસવાઈફ છે એટલે મેં મારા ગાર્ડિયન્સ મામા મામી મારી બહેન મારા મિત્રો આ તમામ મારી જર્નીમાં હતા એમના લીધે જ આજે હું સી.એ બની શક્યો. : જિલ્સ પટેલ , ઓલ ઈન્ડીયા રેન્ક- 30
સુથારના દીકરાએ ઓલ ઈન્ડિયામાં રેન્ક મેળવ્યો :

મારા પિતા કારપેન્ટર અને માતા હાઉસ વાઈફ છે. ફેમીલીમાં આટલું કોઈ ભણેલું નથી. કોલેજ પણ કોઈ ગયું નથી. હું પરિવારમાં એક માત્ર એવો પ્રથમ છું કે આટલો અભ્યાસ કર્યો જેનાથી મારું આખું પરિવાર ખૂબ ખુશ છે. મારી સફળતા પાછળ મારા મમ્મી અને પપ્પા છે, જેમણે એટલો બધો ત્યાગ કર્યો મને ભણાવા માટે કે એમણે પોતાની ખુશીઓ સાઈડ પર રાખી અમારી પાછળ સમય આપ્યો. અમે નહિ ભણી શક્યા પણ તમે ભણો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. મેં ક્યારે એ નથી જોયું કે 24 કલાક માંથી કેટલા કલાક ભણું છું. મેં એ ખાસ ધ્યાન રાખતો હતો કે કેટલા કલાક હું બગાડું છું. મારો ટાર્ગેટ એ હતો કે માત્ર 6 કલાક સુવા માટે આપું અને બાકીના બધા કલાક ભણવામાં આપું. મારું સ્વપ્ન છે કે ફાઈનાન્સમાં કેરિયર બનાવું અને કઈંકને કંઈક આ સોસાયટી તરફ કોન્ટ્રીબ્યુટ કરવાનું છે. મારી આ સફળતા પાછળ આખી સોસાયટીનો મોટો હાથ છે. :
નિલેશ સુથાર , ઓલ ઈન્ડિયા રેન્ક 39
આગળ કોઈ સારી કંપનીમાં જોબ કરવાનું સ્વપ્ન :

સીટી રેન્ક મારો 4 છે અને ઓલ ઈન્ડિયા મારો 47 મો રેન્ક છે. મારી સફળતા પાછળ મારો પરિવાર છે. દરરોજ મારો અભ્યાસ 8 થી 9 કલાકનો હતો. મારા માતા પિતા બહેન દાદા, મારા મિત્રો છે. બધા મારા માટે સપોર્ટિવ હતા. પિતાનો જવેલરીનો બિઝનેસ છે. માતા હાઉસ વાઈફ છે. સીએ થઈ ગયો છું,હવે આગળ હજી ભણવાનો વિચાર છે અને એ બાદ કોઈ સારી કંપનીમાં જોબ કરવી છે. :
વ્રજલ સોની , ઓલ ઈન્ડિયા રેન્ક 47
પરિવારને સમય આપ્યો અને તમામ તહેવારો પણ ઉજવી સફળતા મેળવી :

ખૂબ ખુશ છું કે, આટલી અઘરી એક્ઝામમાં હું ઓલ ઈન્ડિયામાં રેન્ક લાવી શકી અને મારા પેરેન્ટ્સ અને ફેમેલીને પ્રાઉડ ફિલ કરાવી શકી. દરરોજ મારું વાંચન 8 થી 10 કલાકનું રહેતું હતું. પણ એની સાથે સાથે મેં મારી ફેમેલી સાથે પણ પૂરતો સમય પસાર કર્યો અને તમામ ફેસ્ટિવલ પણ સેલિબ્રેટ કર્યા છે. એટલે બંનેનું બેલેન્સ રાખીને મેં આગળ વધી છું. સોશિયલ મીડિયાનો ઉપયોગ કન્ટ્રોલમાં હતો હું ઉપયોગ ભલે કરતી હતી પણ માત્ર કલાક પૂરતો. હું એક સિંગલ ચાઈલ્ડ છું અને જોઈન્ટ ફેમેલીમાં મોટી થઈ છું. સૌથી વધુ સ્પોર્ટ મારા પરેન્ટ્સ, ફેમેલી અને ફ્રેન્ડનો રહ્યો છે. આગળ મારે સીએમાં જ વધવું છે અને ભણવાની વધુ તક મળશે તો આગળ ભણીશ અને પોતાનો બિઝનેસ પણ વધારી શકીએ એ પણ છે. : કશીશ ખરાદી ,ઓલ ઈન્ડિયા 49મો રેન્ક
ફ્રૂટની લારી ચલાવનારની દીકરી સીએ બનતા પરિવારમાં ખુશીનો માહોલ :

20 ટ્રાયલ આપ્યા હતા. 10 વર્ષ લાગ્યા મને સીએફ ફાઇનલ ક્લિયર કરતા સાઈડમાં જોબ પ્રેક્ટિસ બધું ચાલુ હતું. તો થોડું મેનેજ કરવું અઘરું પડતું હતું. એટલે જ કદાચ થોડું મોડું થયું છે, પણ આશીર્વાદ મળ્યા છે. આ સફળતા પાછળ તમામ શ્રેય હું મારા પેરેન્ટ્સ ને આપવા માગું છું. કેમકે એમણે સતત સપોર્ટ કર્યો છે મને, કોઈ દિવસ એવું નથી કીધું કે, છોડી દો નહીં થાય એ ના શબ્દ જ નથી એમનામાં. એમને એક જ હતું કે કરવું છે એટલે કરવું જ છે. કરીને જ રહીશું. મારા પિતા ફ્રૂટનો બિઝનેસ કરે છે અને મધર હોમ મેકર છે. જોબ ના લીધે મારા માટે ખાલી ચાર કલાક દરરોજ રીડિંગ કરતી હતી. આજે પણ હું બે કલાક તો રીડિંગ કરું છું. વિચાર સારી જોબ કરવાનો છે, પણ હાલમાં હું અત્યારે નોકરી કરી રહી છું. પણ કંઈ નક્કી નથી. પ્રેક્ટિસમાં પણ જવાય પહેલા તો એક અઠવાડિયા સુધી આ મુવમેન્ટ એન્જોય કરવી છે, પછી આગળ હું નિર્ણય લઈ શકું આ ખુશી જ અલગ છે : વંદના આહુજા, CA
લગ્નના સાત દિવસ પહેલાં CA બની દીકરી, પિતાને અમૂલ્ય ભેટ :

ખોડિયાર નગર વિસ્તારમાં રહેતી રીયા નીતિનભાઈ શાહ પરિવારની એક માત્ર દીકરી છે. પિતા એલઆઈસી એજન્ટ છે અને માતા હાઉસ વાઈફ છે. પિતાનું સ્વપ્ન હતું કે રીયાને ઘરમાંથી સીએ બનાવ્યા બાદ વિદાય આપીશ. જે સ્વપ્ન રિયાએ સાકાર કરી બતાવ્યું છે. આગામી 10 માર્ચે રિયાના લગ્ન છે. ત્યારે, તે પહેલાં તેણે તેના માતા પિતાની સાથે સાથે પતિને પણ સીએ બની મોટી ભેટ આપી છે. તેના પતિ ડોકટર છે. રિયા દરરોજ 7 થી 8 કલાકનો અભ્યાસ કરતી હતી. સીએ બન્યા બાદ હવે તેણે આગળ ટેક્સ લોમાં જવા ઈચ્છા દર્શાવી હતી. : રીયા શાહ, સીએ