Charchapatra

સી.આર. પાટીલ ચૂંટણી ટંકાર

હાલમાં સુરત સફાઈ કામદારોને બિરદાવતી સભામાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે ચૂંટણી ટંકાર કર્યો કે ‘‘કોઈની તાકાત નથી કે ભાજપના ઉમેદવારને હરાવી શકે.’ વિધાન બતાવે છે કે, ભાજપ વધારે પડતો વિશ્વાસ ધરાવે છે અથવા આંતરિક ભય હોય. આપણે ઈતિહાસ જોઈએ તો રામચંદ્રજી પાસે ફક્ત થોડી વાનર સેના હતી, જ્યારે રાવણ દસ મસ્તક વીશ હાથ દરેક હાથમાં દસ દશ હાથીનું બળ ધરાવો હતો તથા અસંખ્ય માયાવી સેનાબળ હોવા છતાં રાવણ હાર્યો-મરાયો. મહાભારતમાં કૌરવ પક્ષે ગુરુદ્રોણ, ભિષ્મપિતામહ જેવા મહાન લડવૈયા તથા યાદવોની અક્ષૌહિણી સૈના હોવા છતાં કૌરવો પરાસ્ત થયા. યાદવ કુળનો નાશ થયો કેમકે, કૌરવ પક્ષે લડતા યાદવ સૈનિકો કે જેની સેવાની, તેમના દુ:ખ દૂર કરવાની જવાબદારી યાદવકુળ રાજા શ્રી કિશ્વનની હતી. તેમને પોતો જ પત્તાની સમક્ષ મરાતા જોયા. કર્મ કોઈને છોડતુ નથી. રાજકારણમાં ઈમરજન્સી પછી ઈન્દિરાજીનું મોરારજી દેસાઈનું અને ફક્ત 13 દિવસમાં વાજપાયીની સરકારનું પતન થયું હતું. આપણો ભારત દેશ ભૂખમરામાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી પણ નીચે છે. સાહેબ ભારતની જનતા સહિષ્ણુ છે. ભોટ નથી. ભૂખ્યાજનનો જઠરાગ્નિ જાગશે તો બધુ તહસ નહસ કરી નાંખશે.
અમરોલી – બળવંત ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top