હાલોલ: હાલોલ નગરના છેવાડે અંતરિયાળ વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે વર્ષ 2018 થી તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર મુખ્ય આરોપી સહિત તેના ભાઈ સામે ફોન એપ્લિકેશન મારફતે ધમકી આપવાની ફરિયાદ હાલોલ ટાઉન પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે રહેતા બન્ને સગા ભાઇઓ સામે ગુનો નોંધી વધુ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.
હાલોલ નગરના છેવાડે આવેલા એક અંતરિયાળ વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીને ખેડાના ગળતેશ્વર ખાતે રહેતા દક્ષેશ મહેન્દ્રભાઈ ચૌહાણે વર્ષ 2018 થી વર્ષ 2022 સુધી શારીરિક અને માનસિક રીતે હેરાન કરી મોબાઇલ ફોન પર આ અવાર નવાર ફોન કરી અને મેસેજ કરી ગાળો બોલી ધાક-ધમકી આપી તું મારો ફોન રિસિવ નહીં કરે તો બદનામ કરવાની ધમકી આપી કહ્યું હતું કે તું તારા પતિ સાથે છૂટાછેડા લઈ લે અને મારી સાથે ચાલ તું તારા પતિથી છૂટાછેડા લઈ મારી સાથે નહીં આવે તો હું તને જીવતી નહિ રાખવું અને તને જાનથી મારી નાખીશ અને તારા ઉપર એસિડ ફેકીશ તેવી ધમકીઓ આપી ગડદાપાટુનો માર મારી પરિણીતાની મરજી ન હોવા છતાં અવાર નવાર તેની મરજી વિરુદ્ધ આણંદ તથા હાલોલ મુકામે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું .
આ બાબતે કોઈને જાણ કરીશ તો તને અને તારા પતિને જાનથી મારી નાખીશ અને તમો સેવાલિયા થઈને ઘણી વખત નીકળો છો ત્યારે તમારી ગાડીનો એક્સિડેન્ટ કરી તમને ઉડાવી દઇશ તેવી ધમકી આપી હતી જ્યારે બીજા આરોપી જીગ્નેશ મહેન્દ્રભાઈ ચૌહાણે પણ પરિણીતાને એપ્લિકેશન ફોન કોલ કરી ધમકીઓ આપતા પરિણીતાએ ખેડાના ગળતેશ્વર ખાતે રહેતા બન્ને ભાઇઓ દક્ષેશ મહેન્દ્રભાઈ ચૌહાણ અને જીગ્નેશ મહેન્દ્રભાઈ ચૌહાણ સામે હાલોલ ટાઉન પોલીસ મથકે તેની મરજી વિરુદ્ધ અવાર નવાર દુષ્કર્મ કરવા સહિત તેને અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને ભાઇઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ
ધરી છે.