World

અમેરિકામાં ટુરિસ્ટ વિઝા પર ગયેલા લોકો હવે નોકરી માટે અરજી કરી શકશે

વૉશિંગ્ટન: અમેરિકાએ (America) જાહેરાત કરી છે કે જે વ્યક્તિઓ અમેરિકામાં બિઝનેસ ટુરિસ્ટ વિઝા (Business Tourist Visa) પર અથવા ટુરિસ્ટ વિઝા બી-૧ અને બી-૨ પર પ્રવાસ કરતી હોય તે નવી નોકરી (Job) માટે અરજી કરી શકશે અને ઇન્ટરવ્યુ માટે પણ હાજર થઇ શકશે, પણ સંભવિત કર્મચારીએ એ સુનિશ્ચિત કરવું જ પડશે કે તેઓ તેમની નોકરી શરૂ કરતા પહેલા તેમનું વિઝા સ્ટેટસ (VISA Status) બદલી નાખે.

બી-૧ અને બી-૨ વિઝાઓ સામાન્ય રીતે બી વિઝાઓ તરીકે ઓળખાય છે અને તેઓ અમેરિકામાં જેમનો વ્યાપક ઉપયોગ થાય છે તે વિઝાઓમાં ખૂબ સામાન્ય વિઝાઓ છે. બી-૧ વિઝા એ મુખ્યત્વે ટૂંકા ગાળાના ધંધાકીય પ્રવાસો માટે અપાય છે, જ્યારે બી-૨ વિઝા મુખ્યત્વે પર્યટનના હેતુ માટે અપાય છે. એક નોંધમાં અને શ્રેણીબધ્ધ ટ્વીટ્સમાં યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ(યુએસસીઆઇએસ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે નોનઇમિગ્રન્ટ કામદારોની છટણી કરવામાં આવે છે ત્યારે તેઓ તેમના વિકલ્પો અંગે માહિતગાર હોતા નથી, અને કેટલાક બનાવોમાં તેઓ ખોટી રીતે ધારી લે છે કે તેમની પાસે ૬૦ દિવસની અંદર દેશ છોડી દેવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.

યુએસસીઆઇએસનું આ પગલું એવા સમયે આવ્યું છે કે જ્યારે અમેરિકામાં ભારતીયો સહિત વિદેશોમાં જન્મેલા હજારો કામદારોએ તાજેતરમાં ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓમાં કરાયેલી છટણીઓને કારણે પોતાની નોકરીઓ ગુમાવી છે. આ કામદારોએ ૬૦ દિવસના તેમના ગ્રેસ પિરિયડમાં નવી નોકરી શોધી લેવાની હોય છે પરંતુ તેમની પાસે બીજા વિકલ્પો પણ છે, જેમ કે તેઓ પોતાના વિઝા સ્ટેટસ બદલવા માટે અરજી કરી શકે છે અને પોતાના મજબૂરીના સંજોગો જણાવી શકે છે. જો તેમની અરજી મંજૂર થાય તો તેમને આ વિકલ્પનો લાભ મળી શકે છે.

Most Popular

To Top