SURAT

‘સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ કરો’, નાના વેપારીઓને સમજાવા મોટા ઉદ્યોગકારો રસ્તે ઉતર્યાં

સુરત: સુરતનાં હીરા ઉદ્યોગનાં શ્રેષ્ઠીઓ મહિધરપુરા હીરા બજારની સાંકડી શેરીઓમાં દેખાતાં હીરા વેપારીઓ અને બ્રોકરોને પ્રારંભમાં આશ્ચર્ય થયું હતું. પણ થોડીક મિનિટોમાં સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હતી. સેવંતીભાઈ શાહ, ગોવિંદ ધોળકિયા, લાલજી પટેલ અને મથુર સવાણીએ મહિધરપુરાનાં હીરા વેપારીને સુરત ડાયમંડ બુર્સ માં 15 ડિસેમ્બર સુધી ઓફિસ શરૂ કરવા સમજાવ્યા હતાં.

તેમણે મહિધરપુરા હીરા બજારના 5 મોટા વેપારી અને 25 મિડલ એજનાં વેપારીઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી. મોટા ગજાના હીરા વેપારી રમેશ મારવાડીએ ડાયમંડ બુર્સ માં ઓફિસ શરૂ કરવા ખાતરી આપી હતી. સેવંતીભાઈ શાહ, ગોવિંદ ધોળકિયા, લાલજી પટેલ અને મથુર સવાણીએ મહિધરપુરાના હીરા વેપારીને સમજાવ્યા હતા.

સુરત ડાયમંડ બુર્સ, હીરા ઉદ્યોગ માટે વિશ્વ-સ્તરના ટ્રેડિંગ હબ તરીકે પરિકલ્પનામાં છે, તેની આધુનિક માળખાકીય સુવિધાઓ હોવા છતાં વેપારીઓને આકર્ષવામાં અવરોધોનો સામનો કરવો પડ્યો છે. SRK એક્સપોર્ટનાં ગોવિંદ ધોળકિયા, ધર્મનંદન ​​ડાયમંડ્સના લાલજી પટેલ જેવા વ્યક્તિઓની આગેવાની હેઠળની SDB સમિતિ વેપારીઓને તેમની કામગીરીમાં પરિવર્તન લાવવા સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.

15 ડિસેમ્બર પહેલા સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ચાલુ કરાવવા કવાયત
SDB નાં પ્રવકતા લાલજીભાઈ પટેલ એ જણાવ્યું હતું કે, હાલ SDB માં 150 ઓફિસ ચાલી રહી છે. દિવાળી પછી 10/15 નવી શરૂ થઈ છે.1 5 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી નવી ત્રીસેક ઓફિસ ધમધમતી કરવાનું આયોજન ચાલી રહ્યું છે. અત્યારે નાના વેપારીઓ માટે 175 કેબિન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. કેબિન અને ટેબલ માટે 1100 થી 1200 ફોર્મ આવ્યા છે.

Most Popular

To Top