કંપની અને નોકરી ઈચ્છીત કમર્ચારીઓ વચ્ચે સેતુ બનેલા નોકરી ડોટ કોમ ના મલિક સંજીવ બિખચંદાની વાત કરીએ. એક સામાન્ય પરિસ્થિતિ અને મઘ્યમ પરિવારમાં જન્મેલા સંજીવને બાળપણથી જ કઈ જુદું કરવાના ખ્યાલો હતા. માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે નક્કી કર્યું હતું કે કંઈક આગવું કરવું, ધંધો કરવો પણ નોકરી તો ન જ કરવી. IIM અમદાવાદથી MBAની ડિગ્રી લઈને જ્યારે બહાર નીકળ્યા ત્યારે વિશ્વભરની કંપનીઓએ તેમને આકર્ષક પગારની ઓફર કરી, પરંતુ સંજીવનું લક્ષ્ય કંઈક જુદું જ હતું. તેમને શરૂઆતમાં બેત્રણ નાના બિઝનેસ કાર્ય પણ સફળતા સાંપડી નહિ
પરંતુ પાંચ વર્ષના અનુભવથી સંજીવ એ શીખ્યા કે પીપલ મેનેજમેન્ટ જો શીખી શકાય તો કોઈ પણ બિઝનેસમાં સફળતા મેળવવી સહેલી છે. લોકો એટલે કે તમારા સાથીદારો કે કર્મચારીઓ તમને તારવી શકે છે કે ડુબાડી શકે છે. આ જ્ઞાન તેમેણે શરૂઆતથી ગ્રહણ કરી લીધું. જયારે ઈન્ટરનેટની શરૂઆત થઇ ત્યારે તેમણે નોકરી ડોટ કોમ ની સ્થાપના કરી. શરૂઆત એપોઇન્ટમેન્ટ એડથી કરી અને ધીમે ધીમે ટિમને સાથે રાખી વિકાસ કરતા રહ્યા. પોતાના નવા સાહસને વ્યાપક બનાવ્યું અને આજે સ્થિતિ એવી બની છે કે નોકરી મેળવવા માટે અને કંપનીઓને સારા ઉમેદવાર મળી રહે તે માટે નોકરી ડોટ કામ એક ઉત્તમ સાધન બની રહ્યું છે. સંજીવના માટે નોકરી ડોટ કોમ ની સફળતાનું એક જ રાજ છે, કર્મચારીઓને મેં મારી પ્રગતિના પાર્ટનર બનાવ્યા છે. જો મારી જોડે શ્રેષ્ઠ ટિમ ન હોત તો હું કશું કરી ન શક્યો હોત. મારી ટીમે મારા કરતા વધારે કામ કર્યું છે અને ટિમ કંપનીમાં પોતાની માલિકીપણાની ભાવનાથી કામ કરે છે તે જ નોકરી ડોટ કોમ ની સફળતાનું રહસ્ય છે.
અત્યારે ભારતીય ઉદ્યોગમાં સૌ પ્રથમ ઇન્વેસ્ટર્સ, માલિક અને ગ્રાહક, ટેક્નોલોજી અને કર્મચારીને ક્રમ પ્રમાણે મહત્ત્વના ગણવામાં આવે છે, પરંતુ એ દિવસો દૂર નથી, જયારે કમર્ચારી, ગ્રાહક, ટેકનોલોજી, ઇન્વેસ્ટર્સ અને માલિક – આ ક્રમ પ્રમાણે મહત્ત્વના ગણવામાં આવશે. બિઝનેસની સફળતામાં કસ્ટમર મહત્વનો ભાગ ભજવતા હોય છે, પરંતુ કર્મચારીઓનો ફાળો અમૂલ્ય હોય છે. કર્મચારીઓ કંપનીને તારી પણ શકે છે અને ડુબાડે પણ શકે છે. કંપની ના ગ્રોથનો આધાર કર્મચારીઓ ના કન્ટ્રીબ્યુશન પર આધારિત હોય છે. સારા કર્મચારીઓની હંમેશા અછત રહેતી હોય છે. ભારતની આર્થીક પરિસ્થિતિ જયારે પછી ટ્રેક પર આવી ગઈ છે ત્યારે ફરી એમ્પ્લોયમેન્ટનું માર્કેટ ખુલવા માંડ્યું છે. સારા કર્મચારીઓની અછત વર્તાઈ આવે છે કર્મચારીઓની માર્કેટ મુવમેન્ટ ફરી વધવા લાગી છે. પગાર વધારાના સાથે કર્મચારીઓનું નોકરી છોડી દેવાનું પ્રમાણ પણ વધવા માંડ્યું છે.
કસ્ટમર પાસે રૂપિયા ખર્ચવાની ક્ષમતા છે, જયારે કર્મચારી જોડે કસ્ટમર પાસે રૂપિયા ખર્ચવાની ક્ષમતા હોય છે. જે ઓગર્નાઇઝેશન પોતાની માર્કેટિંગ વ્યહરચના કસ્ટમર ફોકસ રાખશે તેના કરતા પોતાની માર્કેટિંગની વ્યૂહરચના પોતાના માનવ સંશાધનના વિકાસ આધારિત હશે તે ઓર્ગેનીઝેશનનો વધારે વિકાસ થશે. જયારે પણ તમે કોઈ ઉદ્યોગપતિને કોઈ મોટી ચેલન્જ માટે પૂછશો તો મોટે ભાગે એક જ જવાબ મળતો હોય છે કે સારા માણસો મળતા નથી. સારા માણસો મળે તો કંપનીની વધુ પ્રગતિ થઇ શકે છે. જો કંપનીમાં સારો કર્મચારી હોય તો કંપનીને ઘણા ફાયદા થાય છે. કાર્યક્ષમ કર્મચારી ઓનરશીપ થી કામ કરે છે અને કંપનીના ગ્રોથમાં પોતાનું યોગદાન આપે છે. કંપનીની કોઈપણ કઠિન પરિસ્થિતિમાં ખુબ જ ખંતથી કામ કરી કંપનીના કઠિન પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે
કંપનીના માલિકને કંપની ચલાવવા માટે રોજ સમસ્યાઓ આવતી હોય છે. પરંતુ જો કંપની જોડે સારી ટીમ હશે તો ટીમ આ સમસ્યાઓનો ભાર પોતાના માથા પર લઇ શકશે. એવા પણ પ્રમોટર જોયા છે કે તેઓ કોઈ પણ સમસ્યા કે ચેલેન્જ આવતી હોય તો પણ માઈન્ડની સ્ટેબિલિટી ખોતા નથી કારણ કે તેઓને તેમની ટીમ પ્રત્યે અતૂટ વિશ્વાસ હોય છે. એક આનંદી કર્મચારી કંપનીના વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપી શકે છે. જે કંપનીઓ પોતના કર્મચારીઓના મોટિવેશન અને પ્રગતિના પાર્ટનર બનાવતી હોય છે તે કંપનીના વિકાસમાં ચાર ચાંદ લાગી જાય છે. જે દિવસે કર્મચારી પોતાની કંપની છે તે રીતે કામ કરશે એ દિવસથી જ કંપનીમાં પ્રગતિનાં દ્વાર ખૂલી જાય છે.