નવી દિલ્હી: વિશ્વના ચોથા સૌથી અમીર ઉદ્યોગપતિ (Businessman) ગૌતમ અદાણીની સફળતાનો સિલસિલો યથાવત છે. તેઓ એક પછી એક નવા ક્ષેત્રોમાં અગ્રેસર રહે છે. મળતી માહિતી મુજબ હવે તેમણે પોતાની સફળતાઓની યાદીમાં એક નવી માહિતીનો ઉમેરો કર્યો છે. અહેવાલો અનુસાર અદાણીની કંપની (Company) અદાણી લોજિસ્ટિક્સે (Adani Logistics) 835 કરોડ રૂપિયાના ખર્ચે એક મહત્વપૂર્ણ સોદો કર્યો છે. આ ડીલ ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICD) Tumb સાથે હસ્તગત કરવા માટે કરવામાં આવી છે.
- અદાણી લોજિસ્ટિક્સે જણાવ્યું છે કે તેમણે નવકાર કોર્પોરેશન સાથે રૂ. 835 કરોડમાં ICD ટમ્બના સંપાદન માટે કરાર કર્યો
- આ ડીલ ભવિષ્યમાં કંપનીની ક્ષમતા અને કાર્ગો વધારવામાં મદદરૂપ સાબિત થશે
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડની પેટાકંપની અદાણી લોજિસ્ટિક્સે જણાવ્યું છે કે તેમણે નવકાર કોર્પોરેશન સાથે રૂ. 835 કરોડમાં ICD ટમ્બના સંપાદન માટે કરાર કર્યો છે. મળતી માહિતી અનુસાર ICD Tumb સૌથી મોટો ઇન-લેન્ડ કન્ટેનર ડેપો છે. તેની ક્ષમતા 0.5 મિલિયન અથવા પાંચ મિલિયન TEUs છે. ICD વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હજીરા બંદર અને ન્હાવા શેવા બંદર વચ્ચે આવેલું છે. અદાણી લોજિસ્ટિક્સે કહ્યું છે કે આ ડીલ ભવિષ્યમાં કંપનીની ક્ષમતા અને કાર્ગો વધારવામાં મદદરૂપ સાબિત થશે. કંપનીએ એ પણ માહિતી આપી છે કે આ સોદામાં Tumb ICD નજીક વેસ્ટર્ન DFC સાથે જોડાયેલ ચાર રેલ હેન્ડલિંગ લાઇન અને એક ખાનગી ફ્રેટ ટર્મિનલનો સમાવેશ થાય છે.
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઈઝેડ)ના સીઈઓ કરણ અદાણીએ જણાવ્યું હતું કે દેશની સૌથી મોટી આઈસીડી પૈકીની એક ટમ્બનું અધિગ્રહણ કંપનીની ભાવિ યોજનાઓને મજબૂત બનાવશે. “આ એક્વિઝિશન ટ્રાન્સપોર્ટ યુટિલિટી બનવાની અમારી ટ્રાન્સફોર્મેશન વ્યૂહરચનાને પૂરક બનાવશે અને અમારા ગ્રાહકોને આર્થિક રીતે ઘર-ઘર સેવાઓ પૂરી પાડવાના અમારા ઉદ્દેશ્યની નજીક લઈ જશે.