અમદાવાદ : આજે અમદાવાદના (Ahmedabad) નાગરિકો માટે આનંદનો અવસર છે. નવરાત્રિના (Navratri) દિવસો અમદાવાદ (Ahmedabad) અને સમગ્ર ગુજરાત (Gujarat) માટે ગરબાના (Garba) ઉમંગ સાથે આધુનિક પરિવહન સેવાની શરૂઆતના નવા રંગો લઈને આવ્યા છે. ગુજરાતનું સૌભાગ્ય છે કે આવા આધુનિક વિકાસના આયામો અને વૈશ્વિક શહેરી વિકાસની દિશા આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની દૃષ્ટિથી મળ્યા છે. આવનારા સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશે તેવો વિશ્વાસ છે, તેવું મેટ્રો રેલ સેવાના ઉદ્ધાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતુ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ઝડપી અને પ્રગતિશીલ વિકાસ ગતિને કારણે અનેક પ્રોજેક્ટને સફળતા મળી છે. વર્ષ 2009માં શરૂ થયેલી બીઆરટીએસ આજે સફળ પરિવહન માધ્યમ બન્યું છે. જયારે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને 10 વર્ષ પૂરાં થયા છે. આમ આધુનિક વિકાસ સાથે નગર વિકાસ કઈ રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદે પૂરું પાડ્યું છે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતુ કે, કેન્દ્ર સરકારે પ્રારંભિક તબક્કે દેશના ત્રણ રેલવે સ્ટેશના રિડેવલોપમેન્ટ કરવા માટે 10 હજાર કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે, તેમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થયો છે. અને આવનારા સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશે