દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને (Bullet Train Project) ઝડપી બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. આ અંતર્ગત આવનારા કેટલાક વર્ષોમાં દેશની પ્રથમ અંડર સી ટનલ બુલેટ ટ્રેન (Under Sea Tunnel Bullet Train) દોડાવવામાં આવશે. દરિયાની નીચે બનાવવામાં આવનાર આ ટનલમાં ટ્રેન 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. આ ટનલની લંબાઈ 21 કિમી હશે. નેશનલ હાઇ સ્પીડ રેલ્વે કોર્પોરેશન (NHSRCL) એ તેના બાંધકામ માટે બિડ મંગાવી છે. કોર્પોરેશને ગયા વર્ષે નવેમ્બરમાં પણ ભૂગર્ભ ટનલ બનાવવા માટે ટેન્ડર (Tender) બહાર પાડ્યું હતું પરંતુ વહીવટી કારણોસર તે રદ કરવામાં આવ્યું હતું.
- આવનારા કેટલાક વર્ષોમાં દેશની પ્રથમ અંડર સી ટનલ બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે
- દરિયાની નીચે બનાવવામાં આવનાર આ ટનલમાં ટ્રેન 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે
- ટનલની લંબાઈ 21 કિમી હશે
- સૌથી ઊંડું બાંધકામ સ્થળ મુંબઈમાં શિલફાટા નજીક પારસિક ટેકરીથી 114 મીટર નીચે હશે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અંડરવોટર ટનલ બનાવવા માટે દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે. તેના બાંધકામ માટે બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 29 જાન્યુઆરી 2023 નક્કી કરવામાં આવી છે. રેલવે મંત્રાલયને અપેક્ષા છે કે વર્ષ 2026માં ગુજરાતમાં 50 કિલોમીટરના રૂટ પર બુલેટ ટ્રેનની પ્રથમ ટ્રાયલ રન શરૂ થશે. આ ટનલ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બાંદ્રા-કુર્લા સંકુલ અને શિલફાટાના ભૂગર્ભ સ્ટેશનોને જોડવા માટે બનાવવામાં આવશે. થાણેના અખાતમાં બાંધવામાં આવનારી આ ટનલના નિર્માણ માટે તૈયાર કરાયેલા ટેન્ડર દસ્તાવેજ મુજબ આ ટનલ બોરિંગ મશીનો અને ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે.
બ્રહ્મપુત્રા નદીમાં ટનલ બનાવવાની યોજના પર કામ
અગાઉ દિલ્હી-મુંબઈ રેપિડ રેલ ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ માટે યમુના નદીમાં પાણીની અંદર ટનલ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આ શક્ય ન હતું. આ સાથે જ માર્ગ અને રેલવે મંત્રાલય બ્રહ્મપુત્રા નદીમાં ટનલ બનાવવાની યોજના પર પણ કામ કરી રહ્યું છે. જેનો ઉપયોગ વાહનો અને ટ્રેન બંનેના સંચાલન માટે થઈ શકે છે.
શું હશે દરિયામાં બનનારી ટનલની વિશેષતા?
NHSRCL અનુસાર થાણેની ખાડીમાં ટનલ સિંગલ ટ્યુબની ટેક્નોલોજી પર આધારિત હશે. આ ટ્યુબમાં ઇનકમિંગ અને આઉટગોઇંગ બંને ટ્રેક હશે. NHSRCL અનુસાર આ પ્રોજેક્ટમાં ટનલ સાઇટને અડીને 37 સ્થળોએ 39 સાધનો માટે રૂમ પણ બનાવવામાં આવશે. દેશમાં પ્રથમવાર બનાવવામાં આવનાર આ ટનલ જમીનના સ્તરથી લગભગ 25 થી 65 મીટર નીચે બનાવવામાં આવશે. તેનું સૌથી ઊંડું બાંધકામ સ્થળ મુંબઈમાં શિલફાટા નજીક પારસિક ટેકરીથી 114 મીટર નીચે હશે. આ પ્રોજેક્ટ માટે 13.1 મીટર વ્યાસ કટર હેડ સાથે ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે.
જણાવી દઈએ કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અંડરવોટર ટનલ બનાવવા માટે દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે. તેના બાંધકામ માટે બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 29 જાન્યુઆરી 2023 નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રેલ્વે મંત્રાલયને આશા છે કે વર્ષ 2026માં ગુજરાતમાં 50 કિલોમીટરના રૂટ પર બુલેટ ટ્રેનની પ્રથમ ટ્રાયલ રન શરૂ થશે.