National

નાગપુર હિંસાના માસ્ટર માઈન્ડ ફહીમ ખાનના ઘર પર બુલડોઝર ફરી વળ્યું

મહારાષ્ટ્રના નાગપુરમાં ગયા સોમવારે થયેલી હિંસાના મુખ્ય સૂત્રધાર ફહીમ શમીમ ખાનના ઘર પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમના ઘરનો ગેરકાયદેસર ભાગ બુલડોઝરનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવ્યો છે.

એવો આરોપ છે કે ફહીમે લોકોને ઉશ્કેર્યા હતા અને ભીડ એકઠી કરી હતી. કોર્ટે તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. પોલીસે દાવો કર્યો છે કે મુખ્ય આરોપી 38 વર્ષીય ફહીમ શમીમ ખાન, આ રમખાણ ભડકાવવા માટે જવાબદાર છે. શમીમ માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટી (MDP) ના નાગપુર શહેર પ્રમુખ છે.

ફહીમ ખાને 2024ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે ચૂંટણી લડી હતી. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ફહીમે ભડકાઉ ભાષણો આપીને સમુદાયના લોકોને ઉશ્કેર્યા હતા, જેના પછી નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી. તેમનું નામ એફઆઈઆરમાં પણ નોંધાયેલું છે. મળતી માહિતી મુજબ, ફહીમ ખાન નાગપુરના સંજય બાગ કોલોની યશોધરા નગરનો રહેવાસી છે.

તેમણે 2024ની લોકસભા ચૂંટણી નાગપુર બેઠક પરથી માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટી (MDP) ની ટિકિટ પર લડી હતી, જેમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી મેદાનમાં ઉતર્યા પછી તે રાજકીય રીતે સક્રિય થયો અને શહેરમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નાગપુર હિંસા એક પૂર્વ-આયોજિત કાવતરું હતું. ફહીમ ખાને કેટલાક કટ્ટરપંથી લોકોને ભેગા કર્યા અને આયોજનબદ્ધ રીતે રમખાણો ભડકાવવાનું કામ કર્યું.

મહારાષ્ટ્રના નાગપુરના મહલમાં સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેના વિવાદ બાદ હિંસા ફાટી નીકળી હતી. મહલ પછી મોડી રાત્રે હંસપુરીમાં હિંસા થઈ. અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી દીધી. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો. હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે 60 થી વધુ તોફાનીઓની અટકાયત પણ કરી હતી.

ઔરંગઝેબની કબર અંગે શું વિવાદ છે?
અભિનેતા વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ થોડા સમય પહેલા રિલીઝ થઈ હતી ત્યાર બાદ ઔરંગઝેબનો મુદ્દો ગરમાયો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ થોડા દિવસ પહેલા ઔરંગઝેબની કબર દૂર કરવાની વાત કરી હતી. સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબને એક સારા શાસક ગણાવતા કહ્યું કે તેઓ માને છે કે ઔરંગઝેબ ક્રૂર નથી, ત્યારે વિવાદ વધુ વકર્યો.

Most Popular

To Top