Vadodara

સ્માર્ટસિટીના બિલ્ડરો-પાલિકાની સાંઠગાંઠના આક્ષેપ

વડોદરા :  ન્યુ વીઆઇપી રોડ ઉપર આવેલા ખાનગી માલિકીની જગ્યા ઉપર બનેલ જવાહર નગરના રહીશોને ત્રણ વર્ષ અગાઉ અન્યત્ર આવાસ ફાળવી આપવામાં આવ્યા હતા.સોનાની લગડી જેવી કરોડો રૂપિયા ની મનાતી જમીન ઉપર એકાએક પાલિકાની દબાણ શાખાની ટીમ જેસીબી,બુલડોઝર સહિત પોલીસ કાફલા સાથે પહોંચી હતી.જ્યાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.ત્યારે સ્થાનિકોની વ્હારે આમ આદમી પાર્ટી સહિતનાં રાજકીય પક્ષો ના નેતાઓ આવી પહોંચ્યા હતા. જેને લઇને વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિકોની અટકાયત પણ કરી હતી અને વ્યાપક વિરોધના વંટોળ વચ્ચે દબાણ દૂર કરવામાં આવ્યા હતા.

પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી દરમિયાન કાંકરીચાળો પણ થયો હતો.  વડોદરા મહાનગરપાલિકાની અંદર ટીપી સ્કીમ નંબર 7 ના ફાઇનલ પ્લોટ નંબર 156 ની અંદર અહીં જે રીતે જવાહર નગર બનાવવામાં આવ્યું છે.જેમાં વર્ષોથી અહીં લોકો વસવાટ કરે છે. પોતાનું જીવન ધોરણ ગુજારે છે.પરંતુ આ જે મિલ્કત છે તે કોર્પોરેશનની માલિકીની મિલ્કત દિગ્ગજ રાજકીય નેતા તેમજ બિલ્ડરની જમીન માલિકની જગ્યા હતી .

અને તેજ રાજકારણીના ઈશારા થી ભ્રષ્ટચારી શાસકો સાથે  સેટિંગ કરીને  ગરીબોના ઝુંપડા તોડવાની કામગીરી કાળઝાળ ગરમીમા હાથ ધરવામાં આવી હતી. અને તેમને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી મકાનો, ઝૂંપડા તોડી ગરીબોને એક પ્રકારે રોડ પર લાવવાનું કાવતરું રચાયું હતું. વર્ષોથી જે જગ્યા ઉપર રહેતા હતા તે ગરીબ પરિવારજનો આજે દિવસ પર ધ્વસ્ત થયેલા કાચા-પાકા મકાનો માસી કાટમાળ કાઢતા નજરે પડ્યા હતા. રોડ પર સવારથી જ ટેમ્પા અને લારીઓ ની કતારો લાગી ગઈ હતી. કેટલાક ચોધાર આંસુએ રડતા રડતા તેમના ખંડેર મકાન પાસે વલોપાત કરતા હતા. તો કેટલાકની જીવનની મરણમૂડી સમૂ રાચરચીલું પણ દબાઈ ગયું હતું તે એકત્ર કરવા મથી રહ્યા હતા.

ખાનગી માલિકીની જગ્યા હોય તો પાલિકા દબાણ કેમ તોડે છે ? : તેજસ બ્રહ્મભટ્ટ
શહેર શિવસેનાના ઉપપ્રમુખ તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સ્થાનિકોનું એવું જણાવ્યું છે કે માલિકીની જગ્યા છે કોર્ટ મેટર ચાલુ છે છતાં પણ ડિમોલીશન હાથ ધરાયું હતું માત્ર ને માત્ર ગરીબોને ટાર્ગેટ બનાવીને ભારતીય જનતા પાર્ટી માલેતુજારોને ઈશારે જ કામ કરે છે શહેરમાં સરકારની સેંકડો જમીનો ઉપર દબાણો થયેલા છે તે પાલિકા કેમ
તોડતી નથી ?

Most Popular

To Top