હિન્દુસ્તાનમાં ગામડાં મજબૂત હશે તો શહેર તરફનું ભારણ ઓછું થશે. હવે હું ગુજરાતના ગામડાની થોડી વાત કરીશ. શહેરોનો વિકાસ થયો. શહેરમાં બધી જ રીતે રોજીરોટી મળી રહે છે. હવે મૂળ વાત પર આવું તો જમીન મર્યાદિત છે. દિવસે દિવસે બાંધકામ વધતાં જાય છે અને જમીન ઓછી થતી જાય છે. હવે ઓછી જમીનમાં બહોળો પાક કરવાનો તથા વસ્તીવધારા સાથે જીવન જરૂરિયાત વસ્તુથી પણ ત્યારે ડીમાન્ડ હોય છે. હાલમાં ગામડાંમાં ફક્ત જૂનાં પરિવાર તથા જૂનાં મજૂરો કામ કરે છે.
ઉપરોક્ત સંજોગોમાં ગામડે-ગામડે તળાવ બનાવી તેનો 12 માસ સંગ્રહ કરી પીવાના પાણીમાં ઉપયોગ કરી શકાય. બીજું, ખેતીની જમીનથી આજુબાજુ પાણીની નહેરો બનાવો કે જેથી 12 માસ પાણી મળી રહે તો આપણા ખેડૂતો વર્ષમાં 2થી 3 પાક લઈ શકે તેટલા સશક્ત છે. તદુપરાંત સરકારે પણ ઓછા દરે વિજળી તથા આધુનિક પધ્ધતિનાં ખાતરો રાહત દરે આવે તો ડીમાન્ડ બેન્ડ સપ્લાય બરાબર થાય તેનાથી સંગ્રહવૃત્તિ નાશ થાય છે. પાણી અને વાણી વહી ગયા પછી પાછી આવતી નથી. હું તો ત્યાં સુધી કહીશ અવિકસિત ગામડાં કે કસબા મોટા મોટા ઉદ્યોગપતિઓએ આવા નાના કસબા દત્તક લઈ સારી સુવિધા આપવી જોઈએ.
સુરત – મહેશ આઈ. ડોક્ટર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.