SURAT

સુરતનાં ભેંસાણમાં 7 ફૂટ ઊંડા ખાડામાં ભેંસ પડી જતા ફાયરના જવાનોએ મહામુસીબતે બહાર કાઢી

સુરત: ભેંસાણ રોડ ઉપર આવેલા ગ્લોબલ વ્યુની સામે એક 7 ફૂટ ઊંડા ખાડામાં ભેંસ (Buffalo) પડી જતા ફાયરના જવાનોએ (Firefighters) મહામુસીબતે બહાર કાઢી હતી. ભેંસના માલિકે જણાવ્યું હતું કે રાત્રે દોરડું તોડી ભેંસ તબેલામાંથી નીકળી ગયા બાદ સવારે ખાડામાં પડેલી મળી આવી હતી. જ્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વહેલી સવારથી આ વિસ્તારના તબેલાવાળા પશુઓ ને ખુલ્લા છોડી દેતા હોવાને કારણે પશુઓ ખાડામાં પડતા હોય છે નહિતર રોડ પર વાહન ચાલકને અડફેટે લેતા હોય છે. બેજવાબદાર પશુપાલકો ને દંડ ફટકારવો જોઈએ.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના ભેસાણ રોડ મેડિકલ કોલેજની બાજુમાં બની હતી. સવારે 7:15 ની ઘટના હતી. કોલ મળતા જ અડાજણ ફાયરને જાણ કરી સ્થળ પર મોકલ્યા હતા. ફાયરના જવાનોએ 1 કલાકની જહેમત બાદ ભેંસને 7 ફૂટ ઊંડા ખાડામાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. ઘટના બાદ લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા.

ગિરીશ સેલર (ફાયર ઑફિસર, અડાજણ) એ જણાવ્યું હતું કે સ્થળ પર જતાં જ લોકોની ભીડ વચ્ચે એક ભારી ભરખમ ભેંસ ખાડામાં પડેલી હાલતમાં પડેલી હતી. ખાડો 7 ફૂટ ઊંડો હતો. સ્થાનિક લોકોએ બહાર કાઢવાની કોશિશ કર્યા બાદ અસફળ થતા ફાયરની મદદ માંગી હતી. રસ્સા ની મદદથી ફાયરના 6 જવાનોએ ભારી જહેમત બાદ ભેંસને બહાર કાઢવામાં સફળ થયા હતા.

`સ્થાનિક લોકોએ જણાવ્યું હતું રોજ સવારે પશુઓ રોડ પર રખડતા દેખાય છે. ચારો ખાવા આજુબાજુ ઘુસી જાય છે. આવા સંજોગોમાં પશુઓ સાથે કોઈ રહેતું નથી. ક્યારેય પશુઓને કારણે રોડ પર વાહન અકસ્માત થાય છે તો ક્યારેક પશુઓ ખાડામાં પડતા હોય છે હેરાન લોકો અને સરકારી વિભાગ થાય છે. આવી ઘટના પાછળ પશુપાલકોની બેજવાબદારી કહી શકાય છે. એટલું જ નહીં પણ રોજ વહેલી સવારે પશુ પાલકો પોતાના પશુઓ ને ખુલ્લા મૂકી દે છે અને બપોરે તબેલામાં બાંધી સાંજે પાછા છોડી દે છે. આવા પશુ પાલકોને દંડ કરવા જોઈએ એજ એક માત્ર વિકલ્પ.

Most Popular

To Top