નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે ફરી એકવાર પરંપરાગત ‘બહી-ખાતા’ શૈલીની બેગમાં લપેટેલા ડિજિટલ ટેબલેટ દ્વારા તેમનું સતત આઠમું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે 2025નું આ બજેટ વિકાસને વેગ આપવા, એકંદર વિકાસ પ્રાપ્ત કરવા, ખાનગી ક્ષેત્રમાં રોકાણ વધારવા, સ્થાનિક સંવેદનશીલતાને મજબૂત બનાવવા અને મધ્યમ વર્ગની ખર્ચ ક્ષમતા વધારવાના પ્રયાસોનો એક ભાગ છે. જનતા આ જાહેરાતોની આતુરતાથી રાહ જોઈ રહી હતી. ઘણા લોકો બજેટ રજૂ થતા પહેલાં જ તેમની અપેક્ષાઓ અને મંતવ્યો વ્યક્ત કરવા માટે X તરફ વળી ગયા તો ઘણા લોકોએ બજેટ રજૂ થયા બાદ રમૂજી પોસ્ટ્સ અને બજેટ 2025 મીમ્સથી સોશિયલ મીડિયા છલકાવી નાંખ્યું. ખાસ કરીને 12 લાખની આવક પર કર રાહત વાળા નિર્ણયને “મધ્યમ વર્ગ” ના લોકોએ વધાવી લીધો.
સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ નિમ્બુ-મિર્ચીથી પ્રેરણા લઈને મધ્યમ વર્ગના હિતોનું “રક્ષણ” કરવાથી લઈને હિટ વેબ શ્રેણી “પંચાયત” નો સંદર્ભ લેવા સુધી તેમના વિચારો વ્યક્ત કરવા માટે સર્જનાત્મક રીતો શોધી કાઢી છે. ક્યાંક લોકોએ ક્રિકેટ ફીવર સાથે મિમ્સ બનાવ્યા તો ક્યાંક પોતાના ફેવરિટ કલાકારોના ફેવરિય ડાયલોગ સાથેના મિમ્સ એ લોકોને ખૂબ હસાવ્યા. પંચાયત ફેન્ડમ બજેટ પહેલાની ચિંતાઓનો સંપૂર્ણ સારાંશ આપતી ક્લિપ્સ સાથે જીવંત બન્યું.


બજેટ પહેલા બજેટને લઈને લોકોમાં ઉત્સુકતા જોવા મળી. એક યુઝરે એ દિલ હૈ મુશ્કિલમાંથી રણબીર કપૂરની છબી શેર કરી અને તેને ‘મેરી રૂહ પરિંદા ફડફડાયે’ સાથે રિફર કર્યું. યુઝરે છબીનું કેપ્શન આપ્યું, “નિર્મલા સીતારમણ બજેટ ભાષણ પહેલા મધ્યમ વર્ગના ભારતીયો..”

નાણામંત્રી નિર્મલા સીતારમણે આવા ઘણા બજેટ રજૂ કર્યા જેની સામાન્ય જનતાએ પ્રશંસા પણ કરી અને ટીકા પણ કરી. જોકે 2025-26ના બજેટમાં નિર્મલા સીતારમણે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં આપવાની જાહેરાત કરી છે. જે લોકો માટે ખૂબજ રાહતના સમાચાર હતા. નાણાં મંત્રીની આ ઘોષણા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેમની પ્રસંશા કરતા અને હેપ્પી મિમ્સ વહેડાવવા માંડ્યા.

જરા કલ્પના કરો, એક તરફ જૂના બજેટ મુજબ તમને ભારે કરવેરાના દરો ભોગવવા પડતા હતા અને હવે તમને ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પર કરમાંથી સંપૂર્ણ મુક્તિ મળી રહી છે. જે સોશિયલ મીડિયા પર મીમ્સના રૂપમાં જોવા મળ્યું- મધ્યમ વર્ગ જોરદાર ઉજવણી કરી રહ્યો હતો. આટલું જ નહીં નાણામંત્રીએ એમ પણ કહ્યું કે હવે નવી કર વ્યવસ્થા વધુ સરળ બનશે અને ખાસ કરીને મધ્યમ વર્ગને ફાયદો થશે. મધ્યમવર્ગે આને નિર્મલા સીતારમણની લાસ્ટ બોલ પર સિક્સર ગણાવી. તો લાંબા સમય પછી લોકોને ટેક્સમાં રાહત મળવાથી સલમાન ખાનના સોંગ એસા પહલી બાર હુઆ હૈ 17-18 સાલોં મેં.. આ મિમ્સ એ પણ ધૂમ મચાવી.


બજેટ 2025 ની જાહેરાત પછી, જ્યાં મધ્યમ વર્ગના કર દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, ખાસ કરીને ₹12 લાખ સુધીની કમાણી કરનારાઓ માટે સોશિયલ મીડિયા સમાચારની ઉજવણી કરતા મીમ્સના પૂરથી ઉભરી આવ્યું. ત્યાં સુધી કે લોકોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની છબી સાથે મિમ્સ બનાવી રમૂજ સર્જી દીધી.

જોકે કેટલાક લોકો બજેટથી નારાજ પણ જોવા મળ્યા. ખાસ કરીને શિક્ષિત બેરોજગારોને આ બજેટથી ખાસ કોઈ ઉમ્મીદ જોવા ન મળતા તેઓએ પોતાની ભાવના આ રીતે વ્યક્ત કરી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યા પછી બિહાર ઉત્સાહમાં સવારી કરી રહ્યું છે. ગ્રીનફિલ્ડ એરપોર્ટ, ખેડૂતોને ટેકો અને આર્થિક વિકાસ માટે પ્રોત્સાહન સહિત મોટી જાહેરાતો સાથે રાજ્યએ જેકપોટ મેળવ્યો છે. અને આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, તેથી મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે આનાથી સારો સમય ન હોઈ શકે. સ્વાભાવિક રીતે સોશિયલ મીડિયાએ પ્રતિક્રિયા આપવામાં સમય બગાડ્યો નહીં. નેટીઝન્સ ઇન્ટરનેટ પર મીમ્સ અને રમુજી ટિપ્પણીઓથી છલકાઈ ગયા.


બજેટ પછી દર વખતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ મીમ્સ જોવા મળે છે જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા લાદવામાં આવેલા ટેક્સ વિશે ઘણા રમુજી મીમ્સ બનાવવામાં આવે છે. આ મીમ્સ સામાન્ય લોકોને હસાવવા મજબૂર કરે છે. ગયા વર્ષે, જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024 માં પોપકોર્ન પર 12 ટકા ટેક્સની જાહેરાત કરી હતી, ત્યારે લોકોએ ઘણા મીમ્સ બનાવ્યા હતા જે ખૂબ ચર્ચાનો વિષય બન્યા હતા. પરંતુ આ વખતના બજેટે સામાન્ય લોકોને આશ્ચર્યચકિત કર્યા અને ખુશ કરી દીધા.
