National

બજેટ લાઇવ: ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા ઘરો બનાવવામાં આવશે, જાણો અન્ય જાહેરાતો વિશે

નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં 2021-22 માટે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી અને લોકડાઉનને કારણે સરકારની આવકમાં થયેલા ઘટાડોને કારણે રાજ્યના બજેટના કદમાં સામાન્ય વધારો થવાની શક્યતા જોવામાં આવી રહી છે. બજેટ જાહેર કરતાં પહેલાં નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હવે આપણી કોરોનાની મહામારીથી બહાર આવી રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાએ અમને સહયોગ આપ્યો છે. .

વિધાનસભા બજેટ 2021-22 LIVE અપડેટ

* ​​​​​​​અમદાવાદની સિવિલ હોસ્પિટલનું અપગ્રેડેશન કરવા માટે સરકારે રૂ.87 કરોડની જોગવાઈ બજેટમાં કરી છે.

* ગુજરાતની ઐતિહાસિક સ્કૂલોને હેરિટેજ સ્કૂલ તરીકે જાહેર કરવાની જાહેરાત પણ બજેટ દરમિયાન કરવામાં આવી છે.

* રોજગારીના મુદ્દા પર નીતિન પટેલે જાહેર કર્યુ કેસ આવનારા 5 વર્ષમાં સરકારી કચેરી બોર્ડ કોર્પોરેશનમાં 2 લાખ યુવાનોની ભરતી થશે

  • બજેટમાં જાહેર કરવામાં આવ્યું છે કે, નવલખી બંદર ખાતે 192 કરોડના ખર્ચ નવી જેટ્ટી બનાવાશે
  • દ.ગુજરાતના નારગોલ અને સૌરાષ્ટ્રના ભાવનગર બંદરે રૂ.4800 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે.

* સિરામીકના હબ ગણાતા મોરબી, હળવદ જેતપુર, મોરબી અણીયાળી અને ઘાટીલા 70 કિ.મીનો રસ્તો 4 લેન કરવા માટે જોગવાઇ કરવામાં આવી છે.

* રાજ્યમાં સોલર રૂફટોપ માટે રૂ.800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને તેના માટે 3 લાખ ઘરોને સહાય આપવામાં આવશે,

* રાજ્યમાં બે મેગા ટેક્સટાઈલ પાર્કનું આયોજનની જાહેરાત કરાઇ છે.

* ભરૂચના જબુંસરમાં બ્લક ટ્રક ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું આયોજન કરવામાં આવશે

* રાજકોટમાં મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવાની જાહેરાત પણ બજેટ દરમિયાન કરવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top