કાલે બજેટ અને આજે શેરમાર્કેટ ઉંચકાઈ ગયું: 10 વર્ષમાં પ્રથમવાર થયો આ ચમત્કાર

નવી દિલ્હી: (New Delhi) નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ (Nirmala Sitaraman) મંગળવારના (Tuesday) રોજ સવારે 11 વાગ્યે લોકસભામાં (Locksabha) સામાન્ય બજેટ રજૂ કરશે. આ બીજું બજેટ છે જે કોરોના (Corona) મહામારી વચ્ચે રજૂ થશે. નાણામંત્રીની સામે કોરોનાના કારણે પડકારોનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને સંભાળવાની સાથે મધ્ય અને ગરીબ વર્ગને રાહત આપવાનો પણ પડકાર છે. બીજી તરફ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેને કારણે પણ આ બજેટ મહત્વનું રહેશે.

સંસદનું બજેટસત્ર આજથી શરૂ થયું હતું. આ બજેટની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી થઈ હતી. સંસદનાં બંને ગૃહોને સંબોધિત કરતાં તેમણે કોરોના મહામારીથી લઈને આ દરમિયાન ચલાવવામાં આવી રહેલી યોજનાઓની માહિતી આપી હતી. તેઓના ભાષણમાં ખેડૂતો, મહિલાઓથી લઈને ત્રણ તલાક સુધીના મુદ્દાઓ સામેલ રહ્યા હતાં.

10 વર્ષમાં પહેલીવાર ચમત્કાર, બજેટના આગલા દિવસે શેર બજારમાં ઉછાળો
બજેટની રજૂઆતના એક દિવસ પહેલા એટલેકે સોમવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઉછાળો જોવા મળ્યો છે તેમજ વઘારા સાથે માર્કેટ બંધ થયું છે. સોમવારે ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 813 પોઈન્ટ ઉછળીને 58,014.17 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 237 પોઈન્ટના વધારા સાથે 17,339 પર પહોંચી ગયો હતો. છેલ્લા 10 વર્ષમાં પહેલી વખત એવી ધટના બની છે કે બજેટ અગાઉ શેરબજારમાં તેજી જોવા મળી હોય. અગાઉના આંકડાઓ પર નજર કરતાં સામાન્ય બજેટ પહેલા વિદેશી રોકાણકારોની વેચવાલીથી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં બુલ્સે વાપસી કરી છે.

સોમવારે રિયલ્ટી અને આઈટી કંપનીઓના શેરમાં વધારો નોંધાયો હતો. રિયલ્ટી સેક્ટરનો હિસ્સો 3.17 ટકા વધ્યો હતો. આઈટી સેક્ટરના શેરમાં 2.70%, હેલ્થકેર સેક્ટરમાં 2.70% અને ઈન્ફ્રા સેક્ટરમાં 1.42% અને ટેલિકોમ કંપનીઓમાં 1.32%નો વધારો થયો છે. બપોરે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ થયા બાદ બજારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

શેર બજારમાં ચાલી રહ્યો હતો ધટાડોનો દૌર
છેલ્લા ઘણા સમયથી શેરબજારમાં ઘટાડાનો દૌર ચાલી રહ્યો હતો. સોમવારે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે બજારમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. તેના આધારે સોમવારે સવારે સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન નિફ્ટી 50ના 45થી વધુ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.

Most Popular

To Top