National

જાણો બજેટ બાદ શું મોંધુ થશે અને શું થશે સસ્તું?

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2023-24નું બજેટમાં (Budget) શું સસ્તુ થશે તેમજ શું મોંધું થશે તે બાબત પર સામાન્ય તેમજ મધ્યમ પ્રજાનું ધ્યાન ટકેલું છે. બજેટમાં અલગ અલગ સેકટરની વાત કરવામા આવી છે. જણાવી દઈએ કે આ વર્ષના બજેટમાં ઘણાં ફેરફારો કરવામાં આવ્યાં છે. જેમાં ખાસ કરીને કસ્ટમ ડયૂટી, રમકડા, સિગારેટ, સોનું અને ચાંદી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય તેમજ મધ્યમ વર્ગના ખિસ્સા ઉપર કઈ વસ્તુ ખરીદવાથી ભાર પડશે તેમજ કઈ વસ્તુ તેઓ સરળતાથી ખરીદી શકશે તે જાણીએ

કઈ વસ્તુ ખરીદવાથી ખિસ્સા ઉપર ભાર ઓછો પડશે

  • રમકડાં પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને સરકારે 13 ટકા કરી દીધી એટલે કે હવે રમકડાં સસ્તા થશે
  • સાયકલ પણ સસ્તી કરવામાં આવી છે
  • લિથિયમ આયન બેટરી પર કસ્ટમ ડ્યુટીમાં રાહત આપવામાં આવી છે
  • ઈલેક્ટ્રોનિક વાહનોમાં વપરાતી બેટરીઓ પરથી કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવી
  • મોબાઈલ ફોનમાં વપરાતી લિથિયમ બેટરી પર કસ્ટમ ડ્યુટી હટાવી દેવામાં આવી
  • બેટરીના ભાવ ઘટવાના કારણે કેટલાક મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રિક વાહનો સસ્તા થશે
  • ટેલિવિઝન પેનલ્સ પરની આયાત જકાત ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી
  • ઇલેક્ટ્રિક કિચન ચીમની પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો
  • એલઇડી ટીવી અને બાયોગેસ સંબંધિત વસ્તુઓ પણ સસ્તી કરવામાં આવી છે

કઈ વસ્તુ ખરીદવાથી તમારા ખિસ્સા ઉપર ભાર પડશે

  • સિગારેટ પર ડિઝાસ્ટર સંબંધિત વસ્તુઓ ઉપર ડ્યુટી વધારી દેવામાં આવી, સિગારેટ પર આકસ્મિક ડ્યુટી 16 ટકા વધારી દેવામાં આવી
  • સોના, ચાંદી અને પ્લેટિનમથી બનેલી આયાતી જ્વેલરી મોંઘી થઈ

વિશ્વની ટોચની 5 અર્થવ્યવસ્થાઓ અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને ભારત વિશે વાત કરીએ તો ડિસેમ્બર 2022માં જર્મનીમાં સૌથી વધુ મોંઘવારી 8.6% હતી. ભારતમાં ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી (CPI) ઘટીને 5.72% પર રહી. આ 12 મહિનામાં સૌથી નીચું સ્તર છે.

Most Popular

To Top