કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે એટલે કે 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ દેશનું આગામી બજેટ રજૂ કરી રહ્યાં છે. આમાં કેટલીક ખાસ જાહેરાતની અપેક્ષા છે. સામાન્ય લોકોથી લઈને કોર્પોરેટ જગત આ બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે એવું લાગે છે કે સરકાર મોંઘવારી અને ટેક્સ મોરચે લોકોને ઘણી મોટી રાહતો જાહેર કરી શકે છે. આમાં સૌથી મોટી ભેટ ટેક્સ મુક્તિના રૂપમાં મળવાની અપેક્ષા છે.
પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત
નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત કરી છે. સરકાર આ યોજનાને રાજ્યો સાથે મળીને ચલાવશે. 1.7 કરોડ ખેડૂતોને મદદ મળશે. સીતારમણે કહ્યું કે ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોની સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કૃષિ વિકાસ, ગ્રામીણ વિકાસ અને ઉત્પાદન પર ફોકસ છે. નાણાકીય ક્ષેત્રના સુધારા પર પણ ધ્યાન આપશે. 100 જિલ્લામાં ધન ધન યોજના શરૂ કરવામાં આવી રહી છે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધીને 5 લાખ રૂપિયા થઈ ગઈ છે.
સૌના વિકાસ પર સરકારનો ભારઃ નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં કહ્યું કે સરકારનો ભાર બધા માટે વિકાસ પર છે. મધ્યમ વર્ગનો વપરાશ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ભૌગોલિક રાજકીય તણાવને કારણે વૈશ્વિક વૃદ્ધિમાં ઘટાડો થયો છે. નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં અમે અર્થવ્યવસ્થાને ગતિ આપીશું. નાણામંત્રીએ કહ્યું કે અમે છેલ્લા 10 વર્ષમાં બહુપક્ષીય વિકાસ કર્યો છે.
કેબિનેટની બેઠકમાં PMએ કહ્યું કે આ જ્ઞાનનું બજેટ છે
એમ મોદીએ તેમના કેબિનેટ સહયોગીઓને કહ્યું કે આ બજેટ સામાન્ય માણસ માટે છે. ગરીબ ખેડૂતો, મહિલાઓ અને યુવાનોની આકાંક્ષાઓનું આ બજેટ છે. આ જ્ઞાન (ગરીબ, યુવાનો, અન્નદાતા અને સ્ત્રી શક્તિ)નું બજેટ છે.
