National

બજેટ 2024: ઔદ્યોગિક કામદારો માટે રેન્ટલ હાઉસિંગ યોજના, PMAY હેઠળ વધુ 3 કરોડ મકાનો બનશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) લોકસભામાં આજે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ દરમિયાન ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને લઈને ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. હાઉસિંગ સેક્ટર (Housing Sector) માટે પણ ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારનું ધ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજના પર છે. તેમણે કહ્યું કે યોજના હેઠળ 3 કરોડ વધારાના મકાનો બનાવવામાં આવશે. સિમેન્ટ સેક્ટર માટે આ એક સકારાત્મક સમાચાર છે. નાણામંત્રીએ ઉદ્યોગના કામદારો માટે રેન્ટલ હાઉસિંગ સ્કીમની જાહેરાત કરી છે. આ VGF સપોર્ટ દ્વારા PPP મોડ પર હશે. આ કામદારો માટે રેન્ટલ હાઉસિંગમાં ડોર્મિટરી પ્રકારના આવાસ હશે.

નાણામંત્રીએ કહ્યું કે પીએમ આવાસ યોજના પર સરકારનો ભાર ચાલુ રહેશે. નાણામંત્રીએ 30 લાખથી વધુ વસ્તી ધરાવતા 14 મોટા શહેરોને વિકસાવવાની પણ જાહેરાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે પીએમ આવાસ યોજના હેઠળ 10 લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે 1 કરોડ ઘરો માટે શહેરી આવાસની યોજના બનાવવામાં આવશે. સરકાર શહેરી આવાસ માટે પોસાય તેવા દરે લોન આપવા માટે વ્યાજ સબસિડી યોજના શરૂ કરશે. આ સાથે સરકાર વધુ સારી ઉપલબ્ધતા સાથે એક કાર્યક્ષમ અને પારદર્શક રેન્ટલ હાઉસિંગ માર્કેટની સ્થાપના કરશે.

બજેટ ભાષણમાં તેમણે જાહેરાત કરી કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠક ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ત્રણ કરોડ વધારાના મકાનોની જાહેરાત કરવામાં આવી છે. આ માટે જરૂરી ફાળવણી કરવામાં આવી છે. ઔદ્યોગિક કામદારો માટે હોસ્ટેલ-શૈલીના આવાસની સાથે ભાડાના મકાનો બનાવવામાં આવશે. આ જાહેર-ખાનગી ભાગીદારી (PPP મોડ) દ્વારા કરવામાં આવશે. બજેટમાં પીએમ આવાસ યોજના (શહેરી) 2.0ની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત 10 લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની આવાસની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે. જેમાં આગામી પાંચ વર્ષમાં રૂ. 2.2 લાખ કરોડની કેન્દ્રીય સહાયનો સમાવેશ થશે.

શહેરી આવાસ માટે રૂ. 2 લાખ કરોડ
નાણામંત્રીએ કહ્યું કે શહેરી આવાસ માટે 2 લાખ કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે લોકોની આવાસની જરૂરિયાતોને PMAY અર્બન હાઉસિંગ 2.0 હેઠળ ₹10 લાખ કરોડના બજેટથી પૂરી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ₹2 લાખ કરોડની સહાયતા રકમ પૂરી પાડશે અને આ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે રાહત દરો ઓફર કરવામાં આવશે.

વચગાળાના બજેટમાં રહેણાંક ક્ષેત્ર અંગે શું જાહેરાતો કરવામાં આવી?
વચગાળાના બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિસ્તરણની જાહેરાત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના જૂન 2015 માં ‘બધા માટે આવાસ’ ના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. યોજનાની વર્તમાન સમયમર્યાદા એટલે કે ડિસેમ્બર 2024 પાંચ વર્ષ સુધી લંબાવવામાં આવી છે. પીએમ ગ્રામીણ યોજના હેઠળ 3 કરોડ મકાનો આપવામાં આવ્યા છે અને આગામી પાંચ વર્ષમાં 2 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે.

બજેટ 2023માં રહેણાંક ક્ષેત્રને શું મળ્યું?
નાણાંકીય વર્ષ 2023-24ના બજેટમાં નાણામંત્રીએ લોકોને પરવડે તેવા મકાનો આપવા માટે મોટી જાહેરાત કરી હતી. પીએમ આવાસ યોજનાના બજેટમાં 66 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેનું ફંડ વધારીને 79 હજાર કરોડ રૂપિયાથી વધુ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ પાછળ વાર્ષિક રૂ. 10,000 કરોડ ખર્ચવાની જાહેરાત કરવામાં આવી હતી.

Most Popular

To Top