2022-23 નું કેન્દ્રીય બજેટ શ્રીમતિ નિર્મલા સીતારામને રજૂ કર્યું તે મધ્યમ વર્ગનાં લોકો માટે નિરાશાજનક કહી શકાય. કાપડ ઉદ્યોગ માટે માસ્તર મારે નહીં અને ભણાવે ય નહીં તેવું આ બજેટ છે. છેલ્લાં કેટલાંય વર્ષથી આયકર છૂટ બે લાખ પચાસ હજારની છે તે હવે વધેલી અને વધતી જતી મોંઘવારી જોતાં તે હિસાબે આશા હતી કે આ વર્ષે ચાર પાંચ લાખ રૂપિયાની છૂટ આપવામાં આવશે પરંતુ તેમ થઈ શક્યું નથી. નોટબંધી અને જીએસટી પછી મંદીનો સતત માર ખાઈ રહેલા કાપડ ઉદ્યોગને કોઈ પણ પ્રકારની રાહત આપવામાં આવી નથી. માત્ર આયાતી મશીનો સસ્તાં થશે તેનાથી નાના ઉદ્યોગોને ખાસ લાભ થવાનો નથી. સરકારની જીએસટી ની આવક એક લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયા જેટલી છે તે જોતાં સરકારે લોકોને રાહત થાય તેવી રીતે ટેક્સમાં છૂટ આપવી જોઈતી હતી, પરતું લોકોને જે આશા હતી તે મુજબનું બજેટ રજૂ થઈ શકયું નથી.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
બજેટ 2022-23
By
Posted on