નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. પરંતુ બજેટ રજૂ થતાં પહેલાં જ ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડર (DOMESTIC GAS CYLINDER)માં ગ્રાહકોને રાહત મળી છે. જેથી સામાન્ય લોકોને એક રાહતના સમાચાર મળી રહ્યા હતા. LPG સિલિન્ડરને લઇને ખાસ કરીને ગૃહિણીઓને ખુશખબરી મળી છે.
Budget 2021 પહેલાં જ LPG સિલિન્ડરને લઇને ખુશખબરી
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા પહેલાં જ ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડરમાં ગ્રાહકોને રાહત મળી છે. જેમાં ખાસ દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની (BIGGEST OIL MARKETING COMPNY) ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ આ રાહત આપી છે. મહત્વનું છે કે ફેબ્રુઆરીમાં ગેસની કિંમતોમાં કોઇ વધારો કર્યો નથી. જોકે ગેસ કંપનીઓ મહિનાના પહેલાં દિવસે જ ગેસની નવી કિંમતો નક્કી કરતી હોય છે. પરંતુ આ મહિને કિંમતોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેથી લોકો પર આ ભારણમાં રાહત મળ્યો છે.
ડિસેમ્બરમાં આપ્યો હતો મોટો ઝટકો
જાન્યુઆરીમાં ઓઇલ કંપનીઓએ મોટી રાહત જરૂર આપી હતી, પરંતુ પહેલાં ડિસેમ્બરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીએ ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં બે વાર 100 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો. કંપનીએ પહેલાં 2 ડિસેમ્બરના રોજ 50 રૂપિયા વધાર્યા અને ત્યારબાદ 15 ડિસેમ્બરના રોજ 50 રૂપિયા વધાર્યા.
ઉલ્લેખનીય છે કે નવા વર્ષે એટલે કે 2021ના જાન્યુઆરીમાં પણ ઓઇલ કંપનીઓએ ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડર ગ્રાહકોને રાહત આપતાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. જોકે કોમર્શિયલ ગ્રાહકો 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો વધારો કરી દીધો હતો. જો કે હાલ નવા મહિનાના પેહલા દિવસે અને બજેટ રજુ થવું પેહલા જ આ ભાવ વધારો નહિ કરાતા લોકોને આ વધારામુક્તિમાંથી રાહત મળી છે.