National

બસપાએ જૌનપુરથી બાહુબલી ધનંજય સિંહની પત્ની શ્રીકલાની ટિકિટ રદ કરી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (LokSabha Election 2024) અંતર્ગત ત્રીજા તબક્કાનું મતદાન 7 મે 2024ના રોજ થવાનું છે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશની ઘણી બેઠકો પર મતદાન (Voting) થશે. આ દરમિયાન એક મોટા સમાચાર આવ્યા હતા કે બહુજન સમાજ પાર્ટીએ (BSP) જૌનપુર લોકસભા સીટ પરથી પોતાના ઉમેદવાર શ્રીકલા સિંહની ટિકિટ રદ્દ કરી દીધી હતા. શ્રીકલા જૌનપુરના પૂર્વ સાંસદ ધનંજય સિંહની પત્ની છે. તેમજ ધનંજય સિંહ હાલમાં જ કોર્ટમાંથી રાહત મેળવીને જેલમાંથી બહાર આવ્યા છે.

મળેલ વિગતો મુજબ જૌનપુર લોકસભા સીટ પરથી બીએસપી ઉમેદવાર તરીકે નામાંકન કરનાર પૂર્વ સાંસદ ધનંજય સિંહની પત્ની શ્રીકલા સિંહની ટિકિટ સોમવારે રદ કરવામાં આવી હતી. આ સાથે જ સોમવારે આ બેઠક પરથી વર્તમાન સાંસદ શ્યામ સિંહ યાદવના નામાંકન માટેની તૈયારીઓ શરુ થઈ ગઈ છે.

બસપા જિલ્લા પ્રમુખે ટિકિટ કેન્સલ થયાની પુષ્ટિ કરી
રાજકીય ઉથલપાથલ વચ્ચે હોટ સીટ બની ગયેલી જૌનપુર લોકસભા સીટ પરટી બાહુબલી સંજય સિંહની પત્ની શ્રીકલાની ટિકિટ કાપવાના સમાચારની બસપાના જિલ્લા અધ્યક્ષ સંગ્રામ ભારતીએ પુષ્ટિ કરી છે. તેમણ જણાવ્યું હતું કે અહીંથી (જૌનપુરથી) શ્રીકલાની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. જો કે, તેમણે આ નિર્ણયના કારણ અંગે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને આ નિર્ણયને પાર્ટીનો નિર્ણય ગણાવ્યો હતો.

ધનંજય સિંહ થોડા સમય પહેલા જ જેલમાંથી બહાર આવ્યા હતા
ધનંજય સિંહે થોડા દિવસો પહેલા જૌનપુર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જો કે આ દરમિયાન જૌનપુર MP MLA કોર્ટે તેમને 7 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારે તેમની પત્ની શ્રીકલા રેડ્ડીને બસપા તરફથી ટિકિટ મળી હતી. આ પછી અલ્હાબાદ હાઈકોર્ટે ધનંજય સિંહને જામીન આપ્યા પરંતુ સજા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો.

પરંતુ પૂર્વ સાંસદ ધનંજય સિંહ તેમની સજા પર સ્ટે ન મળવાને કારણે ચૂંટણી લડી શકશે નહીં. તેથી તેમની પત્ની શ્રી કલા રેડ્ડીએ બસપા વતી ચૂંટણી લડવાનું નક્કી કર્યુ હતું. તેમજ માનવામાં આવી રહ્યું હતું કે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ ધનંજય સિંહ પોતે જૌનપુરમાં પત્ની માટે પ્રચાર કરવાના હતા. તેમણે તેમની પત્ની શ્રીકલાને ચૂંટણી લડવા અને જીતવા માટે શુભેચ્છા પણ પાઠવી હતી.

જૌનપુર બેઠક પર છઠ્ઠા તબક્કાનું મતદાન
ઉલ્લેખનીય છે કે જૌનપુરમાં છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ તબક્કામાં પૂર્વાંચલના લાલગંજ, આઝમગઢ, જૌનપુર, મચલીશહર અને ભદોહીમાં મતદાન થશે.

Most Popular

To Top