Gujarat

કચ્છમાં પાકિસ્તાન માટે જાસુસી કરતો BSFનો જવાન ATSના હાથે ભૂજથી ઝડપાયો

ભૂજ: (Bhuj) પાકિસ્તાન (Pakistan) માટે જાસુસી (Espionage) કરતાં એક બીએસએફના (BSF) જવાનને રાજયની એટીએસ દ્વ્રારા ભૂજમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ બીએસએફ જવાન મૂળ કાશ્મીરનો (Kashmir) છે એટલું જ નહીં , તે વોટસ અપ દ્વ્રારા પાકિસ્તાનમાં બીએસએફની તથા લશ્કરની સંવેદનશીલ માહિતી મોકલતો હતો. મોહમ્મદ સજાદ ફોન પર પાકિસ્તાનને માહિતી આપી રહ્યો હતો. આ કોન્સ્ટેબલ મોહમ્મદ સજાદ સહીત તેના મિત્રો અને પરિવારના ખાતામાં પૈસા પણ જમા થતા હતા. તે ગુજરાત બીએસએફની મૂવમેન્ટની માહિતી પાકિસ્તાનને આપી રહ્યો હતો. 

  • બીએસએફ જવાન મૂળ કાશ્મીરનો વતની છે
  • તે વોટસ અપ દ્વ્રારા પાકિસ્તાનમાં બીએસએફની તથા લશ્કરની સંવેદનશીલ માહિતી મોકલતો હતો
  • મોહમ્મદ સજાદ સહીત તેના મિત્રો અને પરિવારના ખાતામાં પૈસા પણ જમા થતા હતા

હાલમાં ભૂજમાંથી બીએસએફના હેડ કવાર્ટમાંથી સજ્જાદ ઉર્ફે મોહમંદ ઈમ્તીયાઝની પાસેથી એટીએસના અધિકારીઓની ટીમે બે મોબાઈલ સીમ કાર્ડ તથા વધુ બે સીમ કાર્ડ જપ્ત કર્યા છે. સજ્જાદ હાલમાં ગાંધીધામ ખાતે બીએસએફની 74મી એ નામની બટાલીયનમાં ફરજ બજાવે છે. એટીએસની તપાસમાં તચેની બે જુદી જુદી જન્મ તારીખ પણ મળી આવી છે. આ ઉપરાંત તેના પાસપોર્ટની તપાસ કરતાં તે જિસે. 2011ના રોજ અટ્ટારી રેલ્વે સ્ટેશનથી સમજૌતા એકસપ્રેસ દ્વ્રારા પાકિસ્તાનની 46 દિવસ માટે યાત્રા કરી આવ્યો છે.

એટીએસના સૂત્રોએ કહયું હતું કે તેણે પોતાના બે મોબાઈલ નંબર ચાલુ કર્યા હતા. જેમાં એક સીમકાર્ડ પર વોટસ અપ ચાલુ કરવા ઓટીપી આવ્યો હતો તે તેણે પાકિસ્તાનમાં તેના હેન્ડલરને આપી દીધો હતો. જેના પગલે અહીંના ફોનનનું વોટસ અપ પાકિસ્તાનમાં ચાલુ થઈ ગયુ હતું. તે રીતે લશ્કર તથા બીએસએફની હિલચાલની તમામ માહિતીઓ પાકિસ્તાન પહોચાંડતો હતો. હાલમાં પણ આ વોટસ અપ ચાલુ છે, તે પાકિસ્તાનમાં કોઈ વાપરી રહયુ છે. આ માહિતીની આપવા સામે તે તેના ભાઈ વાજીદ તથા મિત્ર ઈકબાલ રશીદના એકાઉન્ટમાં નાણા મેળવતો હતો.પાકિસ્તાનમાં ઉપયોગમાં વેતાતુ સીમકાર્ડ 15-01-2021માં એકટિવ થયુ હતું.

Most Popular

To Top