India

મધ્યપ્રદેશમાં ક્રૂરતા: કિશોરની હત્યા પછી લોહી પીવાનો અને મગજ ખાવા નો આરોપ

ગામમાં ફેલાયો ભય,પત્નીની હત્યા કેસમાં જેલમાંથી છૂટેલો શખ્સ ફરી પકડાયો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લોમાંથી એક રોંગટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં જેલમાંથી થોડા અઠવાડિયા પહેલા જ છૂટેલા એક વ્યક્તિએ 16 વર્ષના કિશોરની નિર્દયી રીતે હત્યા કરી દીધી હોવાનો આરોપ છે. એટલું જ નહીં, ગામ લોકોના જણાવ્યા મુજબ આરોપી મૃતકના શરીરમાંથી માંસ ખાવાનો અને લોહી પીવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાવી દીધી છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી ગુડ્ડા પટેલ (46) સમન્ના ગામનો રહેવાસી છે. થોડા વર્ષો પહેલાં તેણે પોતાની પત્નીની ગળા કાપીને હત્યા કરી હતી. આ કેસમાં તેને સજા પણ થઈ હતી અને થોડા અઠવાડિયા પહેલા જ તે જેલમાંથી બહાર આવ્યો હતો.

મૃતક 16 વર્ષનો કિશોર અર્થખેડા ગામનો રહેવાસી હતો. તે પોતાની બહેનને મળવા માટે સમન્ના ગામ આવ્યો હતો. બહેનના ઘરે મુલાકાત કર્યા બાદ જ્યારે તે બાઈક પર પાછો ફરી રહ્યો હતો ત્યારે આરોપીએ તેના પર હુમલો કર્યો.પોલીસ અનુસાર, આરોપીએ પહેલા લોખંડની રોડ વડે કિશોર પર હુમલો કર્યો અને ત્યારબાદ લોખંડના હથોડાથી અનેક વાર કર્યા. ગંભીર ઇજાઓને કારણે કિશોરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.ઘટના સમયે કિશોરના ચીસો સાંભળીને ગામલોકો સ્થળ પર દોડી આવ્યા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે તેઓએ આરોપીને કિશોરના માથામાંથી માંસ ખાવાનો અને હાથમાંથી લોહી પીવાનો પ્રયાસ કરતા જોયો. આ દ્રશ્ય જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

ગામલોકોએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે હથોડાથી ધમકી આપી. ત્યારબાદ તે નજીકના ખેતીના ખેતરમાં છુપાઈ ગયો હતો. ગામલોકોએ તેનો પીછો કર્યો અને તેના પર પથ્થરમારો કર્યો.માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ખેતરને ઘેરી લીધું. લગભગ એક કલાકની કામગીરી બાદ આરોપીને કાબૂમાં લઈને ધરપકડ કરવામાં આવી હતી.

હાલ પોલીસ આ હત્યા પાછળનું સાચું કારણ જાણવા તપાસ કરી રહી છે. મૃતકના પરિવારજનો આરોપીને કડક સજા, એટલે કે ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે. આ ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દહેશતનું માહોલ સર્જી દીધું છે.

Most Popular

To Top