શહેરમાં હત્યા જેવી ગંભીર ઘટનાઓના ઉપરાછાપરી બનાવો બની રહ્યાં છે જેને લઈને કાયદો વ્યવસ્થા કથળી રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આ પરિસ્થતિઓએ વચ્ચે ડિંડોલી વિસ્તારમાં પણ એક ગંભીર ઘટના સામે આવી છે. જ્યાં એક પાનના ગલ્લા એક અસામાજિક તત્વ દ્વારા કાતર વડે સરાજાહેર એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટના સીટટીવી કેમેરા પણ કેદ થઇ ગઈ છે. ત્યારે આ દ્રશ્યો જોઈને અને અસામાજિક તત્વના આતંકને પગલે સ્થાનિક પોલીસની પેટ્રોલિંગ પર સવાલો ઉભા થવા લાગ્યા છે સાથે જ આવા અસામાજી તત્વો પર લગામ લગાવવામાં પોલીસ નિષ્ફળ જઈ રહી છે તેવા પ્રશ્નો પણ ઉઠાવવામાં આવી રહ્યાં છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડીંડોલી વિસ્તારમાં આવેલા પ્રયોસા બ્લીસ નામની રેસીડેન્સી પાસેના એક પાનના ગલ્લા પર હુમલાની એક ગંભીર ઘટના બની હતી. જે સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહી છે. 7 ડિસેમ્બરના રોજ રાત્રે 8.30 વાગ્યાની આસપાસ હુમલાની એક ઘટનાના દ્રશ્ય કેદ થયા છે. ફૂટજેના વડિયોમાં દેખાય છે કે એક યુવક અચાનક આવે છે અને કાતર લઈને સામેના યુવક પર હુમલો કરવામાં આવે છે.
આ હુમલાનું ચોક્કસ કારણ હાલમાં જાણવા મળ્યું નથી. જોકે, બેફામ બનેલા હુમલાખોરનું નામ પ્રશાંત હોવાનું જાણવા મળ્યુ છે. બીજી બાજુ જે રીતે આ અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં એક યુવક પર કતાર વડે હુમલો કરવામાં આવતા તેના મનમાં પોલીસનો કોઈ જ ખોફ ન હોય તેવું લાગી રહ્યું છે.
પોલીસની નિષ્ક્રિય પેટ્રોલિંગ હોવા સહિતના પ્રશ્નો ઉઠી રહ્યાં છે. પોલીસની પેટ્રોલિંગના અભાવે આવા અસામાજિક તત્વો બેફામ બનીને કાયદો વ્યવસ્થાઇ ધજિજયા ઉડાડી રહ્યાં હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી હતી. જોકે હવે આ મામલે સ્થનિક પોલીસે તપાસ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે.