સુરત શહેર તથા આજુબાજુના વિસ્તારમાં દોડતી ભૂરી લીલી તથા લાલ BRTS BUS સેવા પ્રજાજનો માટે આશીર્વાદરૂપ છે.પરંતુ છાશવારે થતાં BRTS BUS એક્સિડન્ટથી લોકોની જાનહાનિ તથા થતી નાની મોટી શારીરિક ઇજાઓ બિલકુલ ઇચ્છનીય નથી. આથી BRTS BUS સેવા એક્સિડન્ટ નિવારવા થોડાં સૂચનો રજૂ કરુ છું. 1. ચાર રસ્તા જકંશન ક્રોસીંગ પાસે નાના બમ્પરની વ્યવસ્થા કરો. જેથી ડ્રાઈવરને ફરજિયાત બસની સ્પીડ ઓછી કરવાની ફરજ છે.આ ઉપરાંત BRTS રોડ પરથી સડસડાટ પસાર થતી બસો માટે વધુમાં વધુ સ્પીડ લિમિટ નક્કી કરવી જોઈએ. 3. ઓફિસ પીક અવર્સ દરમ્યાન બસમાં ભારે ગિરદી રહે છે. જેને કારણે બસ ઓવરલોડીંગ થવાથી કદાચ એક્સિડન્ટની સંભાવના રહે છે.એક બસ સ્ટેન્ડ પર ઊભી હોય ત્યારે બીજી બસે પહેલી બસથી થોડા અંતરે બસ ઊભી રાખવી. જેથી અન્ય કોઇ પેસેન્જર વચ્ચે ફસડાઈ ન પડે. સમયે સમયે પોલીસ મોબાઈલ વાન દ્વારા બસની સ્પીડ લિમીટ તથા બીજા નિયમોની ચકાસણી કરવી રહી. પ્રેઝન્ટ એક્સિડન્ટ સેવ લાઈફ.
સુરત – દીપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
નૂતન વર્ષના વઘામણા
આજે એકત્રીસમી ડિસેમ્બર્ એટલે કે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ઇ.સ.૨૦૨3નો છેલ્લો દિવસ. આપણા હિંદુઘર્મી ગુજરાતીઓ માટે વિક્રમસંવતના દિવાળી સહિતના છેલ્લા દિવસોમાં નૂતન વર્ષના વઘામણા માટે ઉજવણી થાય છે. પરંતુ આપણે છેલ્લા થોડા વર્ષોમાં જોઇએ છીએ કે અપણા હિંદુઓના મુખ્ય તહેવાર દિવાળીનુ મહત્વ ઓછુ થતુ જોવા મળે છે એની સામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં એકત્રીસમી ડિસેમ્બરનુ મહત્વ એટલી હદે વઘતુ જોવા મળે છે કે આ દિવસે અને રાત્રે આપણા શહેરમાં કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઇ રહે એ માટે સૌથી વઘુ પોલીસનો ખડકલો શહેરના અલગ–અલગ વિસ્તારોમાં કરવો પડે છે.
જે બતાવે છે કે ઉત્સવપ્રેમી સુરત શહેરના લોકોમાં આપણા પોતાના હિંદુ ઘર્મના મુખ્ય તહેવારો દિવાળી અને બેસતા વર્ષ કરતા પણ એકત્રીસમી ડિસેમ્બરનુ મહત્વ વર્ષો વર્ષ વઘતુ જોવા મળી રહ્યુ છે અને મુખ્યત્વે ખ્રિસ્તીઓ કે જેમનો આ મુખ્ય તહેવાર છે એમના કરતા પણ વઘુ ઉત્સાહ અને ઉમંગથી હિંન્દુઓ ઉજવતા જોવા મળી રહ્યા છે. કોઇપણ ઘર્મના તહેવારો અન્ય ઘર્મના લોકો પણ સર્વઘર્મ સમભાવથી ઉજવે એ આવકારદાયક છે પરંતુ અહીં સવાલ એ પેદા થાય છે કે આ દિવસની ઉજવણીમાં શું ખરેખર સર્વઘર્મ સમભાવની ભાવના જોડાયેલી છે ખરી? આ સવાલનો જવાબ મહદ્શે નકારમાં જ આવે છે જે આપણે છેલ્લા થોડા વર્ષોમાં જોયુ અને જાણ્યુ છે.
જો આમ ન હોય તો હિંદુ સિવાયના અન્ય ઘર્મો પ્રત્યે અસહિષ્ણુતાના કિસ્સાઓ અવારનવાર જોવા–જાણવા મળે છે એ ન બનતુ હોત. કોઇપણ ઘર્મનો તહેવાર સૌ પ્રજાજન દ્વારા આનંદ–ઉલ્લાસના વાતાવરણમાં ઉજવાય એ આવકાર્ય છે પરંતુ એથી પણ વઘુ જરૂર છે સર્વઘર્મ સમભાવની જેના દ્વારા સમાજના દરેક વર્ગના લોકોમાં સહકાર અને સલામતીની ભાવના જળવાઇ રહે. આશા રાખીએ કે લોકોના મતપ્રેમી રાજકારણીઓ પણ ચોક્કસ ઘર્મનો પ્રચાર–પ્રસાર કરવાને બદલે સર્વઘર્મ સમભાવની ભાવનાને પ્રબળ બનાવવામાં એમનુ યોગદાન વઘારે તો દેશનુ ભવિષ્ય ઉજ્જવળ બનતુ કોઇ તાકાત રોકી ન શકે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.