વડોદરા : ગોલ્ડન ચોકડી પાસે ભંગારના વેપાર કરતા બે છોકરા શાળા બનેવીને ત્યાં વેચાણ કરવા માટે આવ્યા ત્યારે તુરંત પાછળ આવેલી કારમાંથી ચાર ભરવાડોએ ઉતરીને ચોરીની બેટરી અમારી છે કહ્યું હતું અને બંને કારમાં અપહણર કરી અજવા નિમિટા રોડ પર એક ફાર્મ હાઉસમાં ગોદી રાખીને પીવીસીની પાઇપ વડે ઢોર માર માર્યો હતો. ત્યારબાદ બંને સામે સામે લીલી મરચા પણ ખડવાવ્યા હતા. બનેવી મોતને ભેટતા કારની ડેકીમાં નાખીને લઇને હાલોલ નર્મદા કેનાલ તરફ ફેંકી દીધી હતી,શાળાને વાપીના ટોકનાકા પાસે ઉતારીને મુંબઇ ભાગી જા કોઇને કહીશ તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુ અને બેચર ભરવાડ હરણી પોલીસે ઝડપી પાડ્યા છે.
છાણી જકાતનાકા વિસ્તારમાં આઇસ ફેક્ટરીની બાજુમાં રહેતા કૈલાશનાથ ધનાનાથ યોગીએ નોંધાવેલી ફરિયાદ મુજબ દરજીપુરા ફાયર બ્રિગેડ સ્ટેશનની પાસે મારા બનેવી રાજુનાથ બાલુનાથ યોગી સાથે ભંગારની દુકાના હાજર હતા. તે દમિયાન બપોરે બાઇક પર બે છોકરા વાહનની બેટરી લઇને આવ્યા હતા બાદમાં તુરંત જ એક કારમાં બેસી ચાર માણસો ઉતર્યા હતા. જેમાં રાજુ અને બેચર ભરવાડ સામેલ હતા.જેમાં રાજુ ભરવાડે કહ્યું હતું બે છોકરા બે બેટરી લઇને આવ્યા છે તે અમારી બેટરી ચોરી કરીને લાવ્યા છે.
જેથી ચાર ભરવાડ પૈકી બે જણા શાળા બનેવીને કારમાં અપહરણ કરીને આજવા નિમેટા રોડ પર વેરાઇ માતાના મંદિર પાસેના એક ફાર્મ હાઉસમાં લઇ ગયા હતા જ્યાં રાજુ અને બેચર ભરવાડે બંને પીવીસીની પાઇપથી ઢોર માર્યો હતો. ભરવાડો બંને રોકાઇ રોકાઇને માર મારતા હતા. ત્યારબાદ બંને સામ સામે તીખા લીલા મરચા બળજબરી પર્વક ખવડાવ્યા હતા. જેમાંથી બનેવીના પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને તેમની તબિયત વધારે લથડતા બેભાન જેવી હાલતમાં ગાડીમાં લઇને હાલોલ તરફ ફેંકી આવ્યા હતા અને મને વાપી તરફ છોડી દીધો હતો અને કહ્યું હતુ કે તે કોઇને કહીશ તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
બેટરી લાવનાર બે છોકરાને પણ લાવીને મારમારી છોડી મૂક્યાં
દરજીપુરા ફાયર બ્રિગેડ સ્ટેશનની બાજુમાં ભંગારની દુકાન પર 24 ફેબ્રુઆરીએ બે છોકરા બે બેટરીઓ લઇને આવીને ઉભા હતા. ત્યારબાદ તાબડતોબ તેમની પાછળ એક ફોર્ચ્યુનર કાર આવીને ઉભી હતી.જેમાંથી ચાર માણસોએ ઉતરીને આ બેટરીઓ ચોરીના અમારી છે તેમ કહી રાજુ અને બેચર ભરવાડા શાળા બનેવીને કારમાં અપહણ કરી ફાર્મ હાઉસમાં લઇ ઢોર માર માર્યો હતો. થોડીવાર બેટરી લઇને આવનાર બંને છોકરાને પણ ત્યાં લાવીને પીવીસીની પાઇપથી માર મારીને જવા દીધા હતા પરંત બંને માર મારવાનું ચાલુ રાખ્યું હતું.
પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા બનેવીને ગાડીની ડીકીમાં નાખીને લઇ ગયાં હતા
રાજુ અને બેચર ભરવાડ સહિતના લોકોએ શાળા બનેવીને માર મારી સામ સામે લીલા મરચા ખવડાવ્યા હતા અને પાણી ન આપ્યું હતું. જેમાં બંને બેટરીના રૂપિયા લઇ લો પરંતુ મારશો નહી તેવું કરગર્યા હતા પરંતુ તેઓએ અમાનુષી અત્યાર ગુજારવાનું ચાલુ રાખ્યું હતું.બનેવી રાજુનાથને પેટમાં સખત દખાવો ઉપડતા શાળાએ દવાખાને જવા દો તેમ કહ્યું હતું પરંતુ તેઓએ નાટક ના કર નહીતર વધારે મારીશુ. પરંતુ બનેવી હિલચાલ બંધ થઇ જતા બેભાન થઇ ગયા હતા.જેથી તેઓ કારની ડીકીમાં નાખીને ક્યાં લઇ ગયા હતા. પરંતુ તેમનું કારમાં મોત થઇ ગયું હતું જેથી તેમને હાલોલ વિસ્તારમાં નર્મદા કેનાલ તરફ ફેંકી દીધી હતી.
કૈલશનાથને રાજુ અને બેચર ભરવાડ વાપીથી આઠ કિમી દુર ઉતારી દીધો
શાળા કૈલાસનાથને અન્ય બે જણા કારમાં લઇને આજવા ચોકડી ખાતે લાવતા તેમને બનેવી પાસે લઇ જવાનું કહ્યું હતું. તેઓએ તારા બનેવીને ક્યાં હોસ્પિટલમાં લઇ જવાનો છે તે નક્કી કરી તને લઇ જઇશું તેમ કહી ગાડીમાં જ બેસાડીને ખોડીયારનગરથી હાઇવે બ્રિજ તરફ લઇને ઉભા હતા. દરમિયાન બનેવીને લઇને જનારા રાજુ અને બેચર ભરવાડ આવ્યા હતા અને તેમની સ્વિફ્ટમાં વાપીથી આઠ કિમી દૂર ટોકનાકા પાસે 25 ફેબ્રુઆરીએ વહેલી સવારે ઉતારી દીધો હતો.બનેવીમોબાઇલ ફોન અને સોનાની કડી પરત આપી હતી પરંતુ પાકીટ પરત આપ્યુ ન હતું.